Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગુજરાતની હાલની પરિસ્થિતિનો શા માટે અવગણના કરાય છે? : પ્રતાપભાઇ દૂધાત

(ઇકબાલગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૩ : ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે કેન્દ્રના ગૃહપ્રધાનને પત્રલખી જણાવેલ કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળની મુલાકાત લેવામાં આવેલ અને આપશ્રી દ્વારા ઉદબોધન કરવામાં આવેલ હતુ કે, પશ્ચિમ બંગાળની જનતા રાજકીય હિંસા, ભ્રષ્ટાચાર, ખંડણીઅને બાંગ્લાદેશી ઘુસણખોરોથી મુકિત મેળવવા પરિવર્તન ઇચ્છે છે. જેના અન્વયે એક તક ફરી વડાપ્રધાનશ્રીને આપવામાં આવશે તો આવનારા પ વર્ષમાં પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવી આપવામાં આવશે.

ભારતદેશમાં ગુજરાત એક એવુ રાજય રહ્યુ છે જે હર હંમેશ બલિદાન, ધાર્મિકક્ષેત્રે, રાજકીયક્ષેત્રે આગવી પ્રતિમા અને અગ્રેસર રહેતુ હોય, ત્યારે ગુજરાતની જનતાને અન્યાય શા માટે, ગુજરાત તરફથી આઝાદીના સમયથી હાલના વર્તમાન સમયમાં પણ ગુજરાતના સપુતો દ્વારા ભારતદેશમાં અગ્રેસર રહી પ્રતિભા શોભાવી રહ્યા છે.ગુજરાત થકી હાલમાં વર્તમાન પ્રધાનમંત્રી મળ્યા છે ત્યારે ગુજરાતની હાલની પરિસ્થિતિને શા માટે અવગણના કરવામાં આવી રહી છે. ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યુ છે? તે પ્રશ્ન પ્રતાપભાઇ દુધાતે ઉઠાવેલ છે.

આ પત્ર મારફત હાલ ગુજરાતની શી દશા ચાલી રહી છે તે જણાવી રહ્યો છુ. ગુજરાતમાં બેરોજગારીનુ પ્રમાણ દિન પ્રતિદિન વધી રહેલ છે. બેરોજગારોને કયાંય રોજી રોટી મળી રહી નથી. લાખો યુવાનોનુ ભવિષ્ય અંધકારમય બની રહ્યુ છે. ગુજરાત એક સોનાની ચિડીયા છે. તેમ છતા ઉદ્યોગો મૃતપ્રાય બની રહ્યા છે. ઉદ્યોગકારો હતાશામાં સરી રહ્યા છે. લોકો દિન પ્રતિદિન ધંધા રોજગાર વગરના થઇ રહ્યા છે. ગુજરાત એક ખેતી પ્રધાન દેશ તરીકે જાણીતો હોવા છતા આજનો ખેડૂત કંગાળ બની રહ્યો છે દેવાદાર બની રહ્યો છે. જે આમ જનતાને અનાજ અને આવશ્યક ચીજવસ્તુ પુરી પાડતો ખેડૂત આજ લાચાર બની રહ્યો છે. ગુજરાતમાં ઘણી બધી આરોગ્ય અંગેની વાતો કરાઇ રહી છે. ત્યારે હાલ કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ આજનો માનવી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. આરોગ્ય અંગેની પુરેપુરી વ્યવસ્થા ન હોવાને મોટી મોટી હોસ્પિટલોમાં આગ લાગવી, પુરતી સરવારનો અભાવ હોય દર્દીઓ અને બિમાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મોડલ ગુજરાતના બેનર હેઠળ ગુજરાતને ચમકાવવામાં આવી રહ્યુ છે ત્યારે ગુજરાતમાં સ્ટેટ હાઇવે, પંચાયત રોડ રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે. આમ જનતાને આ રોડ પરથી પસાર થવુ પણ ઘણુ મુશ્કેલ બની રહ્યુ છે.તેમ ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે કેન્દ્રના ગૃહમંત્રીને પત્રમાં જણાવેલ છે.

(11:07 am IST)