Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જુનાગઢ સ્થા. જૈન સંઘ ખાતે

પૂ. જગદિશમુનિ મ.સ.ની ચતુર્થ પુણ્યતિથિએ તેમના ગુણાનુવાદ કરવામાં આવ્યા

રાજકોટ,તા.૨૩: જુનાગઢ સ્થા. જૈન સંઘના આંગણે જગમાલચોક જૈનભુવનમાં લીમડી અજરામર સંપ્રદાયના ડો. નિરંજન મુનિ મ.સ તથા સરલાબાઈ ઈન્દુબાઈ મ.સ. તથા વિશાળ શ્રાવક વર્ગના સાનિધ્યમાં એક કલાક સુધી ડો. નિરંજનમુનિ મ.સ. એ ગુણાનુવાદ કરી બધાને ભાવવિભોર બનાવી આપેલ.

જુનાગઢ સ્થા. જૈન સંઘના કારોબારી સદસ્ય હિતેષભાઈ સંઘવી એ ડો. નિરંજન મુનિ મ.સ.ને વિનંતી કરતા પુજય ગુરૂભગવંતે જગદીશમુનિ મ.સ.ની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

ડો. નિરંજનમુનિ મ.સ. એ ચાર પ્રકારના ફળનુ દ્રષ્ટાંત આપી સરસ મજાનો ઉપદેશ આપતા કહયુ કે જગદીશમુનિ મ.સ. શ્રીફળ જેવા હતા. જેમ શ્રીફળ ઉપર થી કડક હોય છે પણ તેની મલાઈ એકદમ કુણી અને પાણી એકદમ મીઠુ હોય છે તેમ ગુરૂદેવ ઉપર થી કડક હતા પણ અંદર એકદમ નમ્ર હતા તેઓની સાથે મુંબઈ મા ગોરેગાંવ ઈસ્ટ મા ઘણા દિવસો સાથે રહેવાનો પ્રસંગ બનેલ. પૂ.જગદીશ મુનિ મ.સ. એટલો પ્રેમ આપેલ કે તે પછી જયારે પણ મુંબઈ જવાનુ થાય ત્યારે મિરારોડ 'જગશાન્તિ ભુવન' મા એક કે બે દિવસ જરૂર સાથે રહેવાનુ થતુ હતુ.

આ વ્યાખ્યાન માળા મા ત્રિરંગી સામાયિક તથા તે પછી નવકાર મહામંત્રના જાપ સ્વ. ર્કાતિકભાઈ અવલાણી હસ્તે સરલાબેન શાંન્તિલાલ અવલાણી તરફથી રાખવામાં આવેલ.

(10:00 am IST)