Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગોંડલના જુના માર્કેટિંગ યાર્ડમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૩: ગોંડલના બસ સ્ટેન્ડ પાસે આવેલ જૂના માર્કેટિંગ યાર્ડ તેમજ નેશનલ હાઈવે પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડમાં છાશવારે પોલીસની વિવિધ શાખાઓ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવી રહ્યા હોય જેમાં એક વધારો થવા પામ્યો છે એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી જયેન્દ્રસિંહ વાઘેલા મહિપાલ સિંહ જાડેજા સહિતનાઓએ બાતમીના આધારે જુના માર્કેટિંગ યાર્ડમાં આદ્યશકિત ટી સ્ટોલની પાછળના ભાગે છાપરા પાસે આમદ ઉર્ફે ડાયો કાસમભાઈ ખીમાણી રહે પાંજરાપોળ મતવાના ઢોરા પાસે વાળાને વરલી ફિચરના જુગારના સાહિત્ય તેમજ રૂપિયા ૬૦૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(9:59 am IST)