Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

વાંકાનેરમાં બ્યુટીપાર્લર વર્કશોપ

વાંકાનેર : આઇડીયલ વુમન વેલફેર એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા બહેનો દિકરીઓને પગભર થવામાં ઉપયોગી એવા બ્યુટીપાર્લર વર્કશોપનુ નિઃશુલ્ક આયોજન કરાયેલ. ટ્રસ્ટના પ્રમુખ ડો.મુમતાઝબેન શેરસીયા દ્વારા મહિલાઓને ઉપયોગી એકટીવીટી સાથે તેમના ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પો શાળાઓ હાઇસ્કુલોમાં વિદ્યાર્થીઓને જરૂરી રસી અને ઉપયોગી માહિતીઓ તાલીમ વગેરે કામગીરી કરાઇ છે. ડો.મુમતાઝબેન શેરસીયાએ બ્યુટીપાર્લર વર્કશોપનું આયોજન કરેલ જેમાં રાજકોટના પ્રતિષ્ઠીત સિન્ડ્રેલા બ્યુટીકેરના સંચાલક હસીનાબેન બાંધણીયા ઉપસ્થિત રહેલ. બહેનોને હેર ટ્રીટમેન્ટ, હેરસ્ટાઇલ, બ્રાઇડલ મેકઅપ, ફેશીયલ સહિતની જરૂરી માહિતી અને પ્રયોગાત્મક સાથે સમજણ ઉપરાંત પાર્લરનો હોલસેલ સામાન સ્ટાન્ડર્ડ કંપનીઓની કીટ માટે કંપનીસાથે કેમ વાતચીત કરવી સહિતની જરૂરી માહિતી આપેલ. વર્કશોપના કો ઓડી. ફરીદાબેન શેરસીયા હાજર રહેલ તથા સંચાલન ભારતીબેન ત્રિવેદીએ કરેલ. વર્કશોપ યોજાયો તે તસ્વીર.

(12:04 pm IST)