Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સલમાનખાન - શિલ્પા શેટ્ટી સામે મોરબી વાલ્મિકી સમાજનો આક્રોશઃ ફિલ્મના પોસ્ટરો ફાડયા

મોરબી તા. ૨૩ : દબંગ અભિનેતા તરીકે પ્રસીદ્ઘ સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક ટીવી શોમાં વાલ્મીકી સમાજ વિરુદ્ઘ કરેલી ટીપ્પણીથી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે જેને પગલે આજે મોરબી વાલ્મીકી સમાજ દ્વારા રેલી યોજી આવેદન પાઠવવામાં આવ્યું હતું.ઙ્ગ

મોરબી વાલ્મીકી સમાજ દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી જે રેલી મામલતદાર કચેરી પહોંચી હતી અને બાદમાં મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું જે આવેદનમાં જણાવ્યું છે કે ભૂતકાળના એક ઈન્ટરવ્યુંમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી એ અયોગ્ય શબ્દનો ઉપયોગ કરી ભારતમાં વાલ્મીકી સમાજનું અપમાન કરેલ છે. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ ભારતના સર્વશ્રેષ્ઠ સેલીબ્રીટી તરીકે ઓળખાય છે તો આ સેલીબ્રીટીને અમારી જાતી વિષે આવા વાકયો બોલવાનો કોઈપણ જાતનો હક કે અધિકાર નથી. ત્યારે તેની ફિલ્મ એક થા ટાઈગરના એક ગીતના એકશનમાં ડાયરેકટર સલમાન ખાનને ડાંસના સ્ટેપ શીખડાવે છે એ સ્ટેપમાં અયોગ્ય શબ્દનો શિલ્પા શેટ્ટીએ પણ ઉપયોગ કરેલ છે જેથી સરકાર દ્વારા આપવામાં આવેલ કાયદો સમાજની વસ્તીને એસ્ટ્રોસીટી એકટ કલમ મુજબ રક્ષણ આપવામાં આવેલ છે જેથી વાલ્મીકી સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.ઙ્ગ

મોરબીમાં વાલ્મીકી સમાજ દ્વારા રેલી યોજી આવેદન આપી વિરોધ દર્શાવ્યો હતો જયારે તે ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે હાલ ટાઈગર જિન્દા હે સલમાનની ફિલ્મના પોસ્ટરો લાગેલા હોવાથી તે પોસ્ટર ફાડીને વિરોધ દર્શાવ્યો હતો.

(11:33 am IST)