Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સાવરકુંડલામાં તેજાબ છાંટીને હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા

મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચેની અથડામણમાં ૬ થી ૭ વ્યકિતઓને ઇજા

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૩ : સાવરકુંડલામાં નજીવી બાબતે મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે મારામારીમાં મુસ્લિમ યુવાનની તેજાબ છાંટયા બાદ હથિયારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઉપરાંત ૬ થી ૭ વ્યકિતને ઇજાઓ થયેલ હતી.

આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે સાવરકુંડલાના નદી અને નેરા વિસ્તારમાં બે મુસ્લિમ સમાજના જૂથ વચ્ચે જૂના મનદુઃખના કારણે ગઈકાલે મારા મારીમા જાહિદ હારૂનભાઈ શેખની હત્યા થયેલ અને બે જણને ગંભીર ઇજાઓ થયેલ હતી.

આ પ્રકરણમાં પોલીસે અયુબ ઉર્ફે અકની ઉસ્માનભાઇ ચૌહાણ, ઉસ્માનભાઇ કાસમભાઇ ચૌહાણ, અફસાનાબેન ઉર્ફે કાટી રહીમભાઇ ચૌહાણ અને ઇરફાન ઉર્ફે ઘડીયાળી યુનુસભાઇ વાઘેલા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ હત્યા પ્રકરણમાં ૬ થી ૭ વ્યકિતઓને ઇજાઓ થયેલ હતી. આ અંગેની પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:20 pm IST)
  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • અમદાવાદની રાજપથ કર્ણાવતી અને બીજી કલબો કોરોના મહામારીની પરિસ્થિતિને લીધે બંધ રહેશે access_time 4:05 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST