Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દામનગરમાં કોરોના સામે સાવચેતી અંગે મીટીંગ મળી

દામનગરઃદામનગર નગર પાલિકા કચેરી ખાતે મામલતદાર ડી. બી. પંડ્યા સાહેબ લાઠીના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. હાલ દામનગર વિસ્તારમાં વધી રહેલા કોરોના કેસોને અટકાવવા બાબત જરૂરી પગલાં લેવા સૂચના દામનગરના વેપારી મંડળો તથા આગેવાનોની હાજરીમાં જરૂરી પગલાં લેવા માર્ગદર્શન સૂચના આપવામાં આવેલ.કોરોના કેસોને મ્હાત આપવા નગરપાલિકા અને વેપારીઓએ સંકલન કરી રેપિડ ટેસ્ટ કરાવવાના તથા સેનેટાઈઝર તથા માસ્ક પહેરવાંનો ચુસ્ત પણે પાલન કરવા સૂચન આપવામાં આવેલ છે.દુકાનો હીરા ના કારખાના તથા અન્ય લારી - ગલ્લા વાળા ઓને ત્યાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સૂચના આપવામાં આવી. કલેકટર શ્રી અમરેલીના પરિપત્ર મુજબ કોરોના મહામારી અંતર્ગત દંડની જોગવાઈ મુજબ કાર્યવાહી થશે. તેમ પણ સૂચના આપવામાં આવેલ હતી.આ મિટિંગમાં લાઠી મામલતદાર ડી. બી. પંડ્યા , નાયબ મામલતદાર એચ. પી. બામ બ્રોલિય, ચીફ ઓફિસર બી.સી. ત્રિવેદી, એન્જિનિયર પી. એલ. સરલિયા, સેનેટરી ઇન્સ્પેકટર મનાલીબેન પંડ્યા વિગેરે હાજર રહ્યા હતા મીટીંગ મળી તે તસ્વીર.

(11:39 am IST)