Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રભાસ પાટણમાં અંધજનોને રોજગારી આપવા ચર્ચા

પ્રભાસ પાટણ : કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના દ્રષ્ટિહીન ભાઈઓ પ્રભાસ પાટણ ગૌસ્વામી હોલ જેમાં એકત્રિત થયા હતા જેની અંદર રીઓન , જીસિયલ , અંબુજા, સીધી સિમેન્ટ અને વેરાવળ ના મત્સ્ય ઉદ્યોગ ના લોકો અલ્પા દ્રષ્ટિ અને અંધ વ્યકિતને રોજગારી શા માટે નથી આપતા ?તેના ઉપર વિચારણા અને મંથન કરવામાં આવ્યું હતું અને ગીર-સોમનાથ જિલ્લાની નેશનલ એસોસિયેશન ફોર blindને આ વિષય ઉપર ધ્યાન દોરવામાં આવ્યું હતું આ વિસ્તારના લોકો હજુ દિવ્યાંગ વ્યકિત થી અજાણ્યા છે તેમને જાગૃત કરવા એ વિષય ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્લાઇન્ડ ભાઈઓ ને રોજગારી પૂરી પડી રહે અને શિક્ષણમાં મદદરૂપ થાય એ હેતુથી આ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:39 am IST)