Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

હળવદ નજીક ડીઝલ જેવું પ્રવાહી ભેરલું ટેન્કર પલ્ટી મારી ગયું: લોકો કેરબા અને વાસણો લઈને ઉમટયા

હળવદઃ તાલુકાના નવા દેવળિયા ગામ પાસે ડીઝલ જેવું પ્રવાહી ભરીને જતું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેથી લોકો ડીઝલ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ ટેન્કર અમદાવાદથી કચ્છ તરફ જઇ રહ્યું હતું. અને તે પલ્ટી મારી ખેતરમાં પડ્યું હતું. જેના કારણે ટેન્કરમાંથી ડીઝલ જેવું પ્રવાહી ધીમે ધીમે બહાર નીકળતું હતું. ડીઝલ જેવા પ્રવાહી નો જથ્થો લેવા માટે થઈને લોકો પ્લાસ્ટિકના કેરબા સહિતના પાત્રો લઈને પલટી મારી ગયેલા ટેન્કર પાસે પહોંચી ગયા હતા અને પોતાના પાત્રોમાં ડીઝલ જેવા જથ્થો ભરીને લઇ ગયા હતા.(દીપક જાની)

(11:36 am IST)
  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST