Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રાંચીમાં માનસિંહભાઈનુ સન્માન

પ્રભાસપાટણઃ પ્રાંચી તિર્થમાં ગીર-સોમનાથ જીલ્લાના યુવા અગ્રણી માનસિંહભાઈ પરમારની ભાજપના પ્રમુખ પદે વરણી થતા સન્માન સમારોહ કાર્યક્રમ અને સુત્રાપાડા તાલુકા ભાજપનુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ગીર-સોમનાથ ભાજપના પૂર્વ અધ્યક્ષ ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય અને ગુજકોમાસોલના વા. ચેરમેન ગોવિંદભાઈ પરમાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ભાજપના સંગઠનના હોદેદારો, જુદા જુદા મોરચાના હોદેદારો સહિત બહોળા પ્રમાણમાં કાર્યકરો અને લોકોએ હાજરી આપેલ હતી અને માનસિંહભાઈ પરમારને ફુલહાર અને મોમેન્ટો આપીને સ્વાગત સન્માન કરવામાં આવેલ હતુ તે તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:31 am IST)