Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

માળિયામાં રૂપિયા ના આપતા પુત્રનો માતા પર હુમલો : જાનથી મારી નાખવાની ધમકી

માતાએ પૈસા નહિ આપતા ગાળાગાળી કરીને માતાને માર માર્યો

 

માળીયામાં કામધંધો ના કરતા પુત્રએ માતા પાસે રૂપિયા માંગતા ના કહેનાર માતાને પુત્રએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

માળિયાના રહેવાસી હસીનાબેન સાવદિન જેડાએ ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ઈસ્માઈલ ઉર્ફે વલુ સાવદિન જેડા કામધંધો કરતો ના હોય અને ફરિયાદી માતા પાસે પૈસા માંગતા પૈસા નહિ આપતા ગાળો બોલી માર માર્યો હતો અને જયારે પૈસા માંગું ત્યારે આપી દેવાના નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(12:41 am IST)