Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

માળિયાના વેજલપર ગામે જૂની અદાવતમાં આધેડ પર કુહાડીથી હુમલો :જાનથી મારી નાખવાની ધમકી

કપાસ જોખવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને આરોપી માવજીભાઈ કૈલાએ હુમલો કર્યો

 

માળિયાના વેજલપર ગામે આધેડ પર કુહાડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

  માળિયા તાલુકાના વેજલપર ગામના રહેવાસી રમેશભાઈ માધવજીભાઈ કૈલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી માવજીભાઈ મગનભાઈ કૈલા (રહે વેજલપર )સાથે સાતેક માસ અગાઉ કપાસ જોખવા બાબતે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી આરોપીએ કુહાડીથી હુમલો કરી ડાબા હાથના અંગુઠા અને ડાબા હાથમાં ઈજા કરી છે અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:33 am IST)