Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબીના ખરેડામાં પરપ્રાંતીય શ્રમિક યુવાનની લોખંડના ધારિયા ઝીકી હત્યા : પત્નીને ઇજા

મધરાત્રે હત્યા કરીને આરોપી ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ ફરાર

મોરબીના ખરેડા ગામમાં રહેતા પરપ્રાંતીય દંપતી પર મોડી રાત્રે એક શખ્શે લોખંડના ધારિયા ઝીંકી દેતા યુવાનનું મોત થયું છે જયારે તેની પત્નીને ઈજા પહોંચી છે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

          બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ રહેવાસી અને હાલ મોરબી તાલુકાના ખરેડામાં રહીને ખેતમજુરી કરતા સતીશ રમેશ પરમાર (ઉ.વ.૨૧) નામના યુવાનને એમપીના અલીરાજપુર જીલ્લાના જામેરીમાં રહેતા ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ નામના શખ્શે લોખંડના ધારિયા ઝીંકી હત્યા કરી છે તેમજ તેની ને પણ ઈજા પહોંચાડી છે

          હત્યાના બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી તેમજ ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

          હત્યાના બનાવ અંગે મૂળ એમપીના રહેવાસી અને હાલ રંગપર રહેતા રમેશભાઈ નાનુરામ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દીકરા સતીષ પરમાર ખરેડા ગામની વાડીએ રાત્રીના બે વાગ્યાના અરસામાં આરોપી ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણે કોઈ કારણોસર લોખંડના ધારિયા ઝીંકી હત્યા કરી તેમજ તેની પત્નીને પણ ઈજા પહોંચાડી નાસી ગયો છે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(11:24 pm IST)