Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

હળવદના પાલિકા સાથે સંકળાયેલા ૭ નેતાનો વિદેશ પ્રવાસને લઇને રાજકારણમાં ગરમાવો

રીવરફ્રંટના કોન્ટ્રાક્ટરે બીલ પાસ કરાવા નેતાઓને થાઇલેન્ડની ટુર કરાવી હોવાની ચર્ચા

હળવદના નગરપાલિકા સાથે સંકળાયેલા ૭ નેતાનો વિદેશ પ્રવાસને લઇને રાજકારણ માં ગરમાવો આવ્યો છે સામતસર તળાવ ફરતે બનેલ રીવરફ્રંટના કોન્ટ્રાક્ટરે બીલ પાસ કરાવા નેતાઓને થાઇલેન્ડની ટુર કરાવી હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે. જો કે રિવરફ્રંટ બન્યાના થોડા મહિના બેસી ગયો હતો. ત્યારે કરોડનો ખર્ચ કરવા છતા આ રીતે નબળી કામગીરી થઇ હોવાનું સામે આવ્યા બાદ પણ કોન્ટ્રાકટર વિરુદ્ધ કોઇ પગલા લેવાયા નથી. ત્યારે હાલમાં થાઇલેન્ડ ટુરની વાત રફેદફે કરવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ક્યાં નેતાઓ થાઇલેન્ડની ટુરમાં ગયા હતા તે જાણવા માટે લોકોમાં આતુરતા પણ જોવા મળી છે.

(9:09 pm IST)