Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરજકરાડીમાંથી બોગસ તબીબ ઝડપાયો

ડિગ્રી વગર પ્રેકટીસ કરનાર સુર્યકાન્ત ઉર્ફે સુરેશ ટપુ પટેલ પાસેથી દવાનો જથ્થો -રોકડ જપ્ત

ખંભાળીયા, તા.૨૩: મિઠાપુરના સુરજકરાડીમાં છેલ્લા દશેક વર્ષથી કોઈપણ જાતની મેડીકલ ડિંગ્રી વગર પ્રેકટીશ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ સુરજકરાડીમાં વંદનાબેનના દવાખાના તરીકે જાણીતા કિલનીકમાં ગત રોજ કલ્યાણપુર આરોગ્યવિભાગના સ્ટાકે પોલીસને સાથે રાખી પૂર્વ બાતમીના આધારે તપાસ કરતાં કિલનીકમાં પોતાને ડોકટર કહી લોકોની સારવાર કરતો સુર્યકાંત ઉર્ફે સુરેશ ટપુ પટેલની ઝડપી લઈ મેડકલ ડિગ્રી અંગે પૂછપરછ કરતાં તેની પાસે કોઈ સર્ટીફાઇડ ડિગ્રી ન હોવાનુ સામે આવતાં બોગસ તબિબને પોલીસે ઝડપી લઈ દવાખાનામાં રહેલો દવાનો જથ્થો તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૩૪૪૦ મૂદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:26 pm IST)