Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ટંકારા આર્ય સમાજ દ્વારા તાલુકાના નેસડા સુરજીમાં ડેન્ગ્યુથી રક્ષણ મેળવવા યજ્ઞ કેમ્પ

ટંકારા : વર્તમાન સમયમાં ટંકારા તાલુકામાં ડેન્ગ્યુ તાવનો ઉપદ્રવ વધારે ફેલાયેલ છે. લોકોને જાગૃત કરવા અને ડેન્ગ્યુ તાવથી બચવા આર્ય સમાજ ત્રણ હાટડી, ટંકારા દ્વારા ગામે ગામ ડેન્ગ્યુ યજ્ઞ ચિકિત્સા યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામમાં ૩૦ થી પણ વધારે ડેન્ગ્યુના રોગીયોની જાણ થતાં નેસડા સુરજી ગામના સરપંચ મહેશભાઇ વિરમગામા તથા રિતેશકુમાર કાંતિલાલભાઇ કક્કડ અને આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારાના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ યજ્ઞ ચિકિત્સા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતુંડેન્ગ્યુ નિવારણ યજ્ઞ ચિકિત્સા યજ્ઞમાં આયુર્વેદ પ્રમાણે ૫૬ જેટલી વનસ્પતીની સામગ્રી બનાવવામાં આવેલ હતી અને ડેન્ગ્યુના રોગીઓને યજ્ઞમાં બેસાડી આહુતી અપાવવામાં આવેલ હતી.ઓૈષધીય વનસ્પતી યુકત યજ્ઞમાં રોગીઓને ૩ કલાક સુધી યજ્ઞસ્થળ પર બેસાડી રાખવામાં આવેલ, જેથી યજ્ઞનો પ્રભાવ તેમના શરીર પર વિશેષરૂપે પડી શકે. યજ્ઞ ચિકિત્સા બાદ ડો. વૈદ્ય હિતેષભાઇ ઘેટીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદીક ઓૈષધીય ઉકાળો પીવડાવવામાં આવેલ હતો. જેમાં ૨૧ પ્રકારની જડીબુટ્ટીનો ઉપયોગ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા આર્યસમાજ ત્રણ હાટડી પરિવાર અને નેસડા સુરજીના સેવાભાવી લોકોએ ખુબ સારી મહેનત કરેલ હતી.

(12:57 pm IST)