Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબીમાં એજન્સીની ઓફિસમાં ચોરી કરનાર તસ્કર ત્રિપુટી પકડાઇ

ચોરાઉ તમામ મુદામાલ કબ્જેઃ બી ડીવીઝન પી.આઇ પી.બી.ગઢવીની ટીમને સફળતા

મોરબી, તા.૨૩:  નજીક હાઈવે પર એજન્સી ઓફિસમાં થયેલી ચોરીના ગુન્હાનો ભેદ બી ડીવીઝન પોલીસે ઉકેલી નાંખી અને ચોરીમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને ઝડપી લઈ ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.

મોરબી-વાંકાનેર હાઈવે પરના આરોહી ચેમ્બરમાં એજન્સી ઓફિસમાંથી ઓર્ગેનિક દવાના બોકસ અને લેપટોપ સહીત કુલ રૂ ૭૫,૮૦૦ ની ચોરી અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે  બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમે તપાસ ચલાવી હતી અને રીક્ષામાં નીકળેલા ત્રણ શખ્શોને માળિયા ફાટક પાસે આંતરી લઈને આરોપી રફીક ઇશાક નોતીયાર રહે વિસીપરા, મહેબુબ જુસબ ભટ્ટી રહે કાંતિનગર સોસાયટી મોરબી-૨ ને ઝડપી લઈને સદ્યન પૂછપરછ કરતા અન્ય આરોપી અર્પિત પટેલ નામના શખ્શે ચોરીનો મુદામાલ રાખ્યાની કબુલાત આપતા ત્રણેય ઇસમોને ઝડપી લઈને ચોરીનો તમામ મુદામાલ કીમત રૂ ૭૫,૮૦૦ અને સીએનજી રીક્ષા સહીત કુલ ૧,૨૫,૮૦૦ નો મુદામાલ કબજે લીધો છે.

આ કામગીરીમાં બી ડીવીઝનના કિશોરદાન ગઢવી, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, એ પી જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, ભગીરથભાઈ લોખીલ અને નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:56 pm IST)