Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબીમાં બે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પકડાયા

ઇમરાન, સિંકદર અને હફીજાની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ કાર અને દેશી દારૂની ભઠ્ઠીના સાધનો નજરે પડે છે

મોરબી, તા.૨૩:ઙ્ગ મોરબી બી ડીવીઝન પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતી બે કાર તેમજ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી  ત્રણની ધરપકડ કરી હતી.ે મોરબી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કિશોરદાન ગઢવી અને એ પી જાડેજાને મળેલી બાતમીને આધારે વિસીપરામાં આરોપી ઇમરાન હૈદર કટિયા રહે માળિયા અને સિકંદર કાદર ભટ્ટી રહે વિસીપરા અને હફીજા રફીક બલોચ રહે ફૂલછાબ કોલોની, વિસીપરા વાળાને દેશી દારૂની હેરાફેરી કરતા અને દેશી દારૂની ચાલુ ભઠ્ઠીના સાધનો સાથે ઝડપી લઈને કુલ રૂ ૯૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરીમાં બી ડીવીઝન પોલીસ મથકના રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, વનરાજભાઈ ચાવડા, મુકેશભાઈ જીલરિયા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચાવડા સહિતની ટીમ રોકાયેલ હતી.

(12:55 pm IST)