Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અમરેલી જિલ્લા પંચાયતમાં નુકસાનીના સર્વેના મામલે બઘડાટી

અમરેલી તા. ર૩ :.. અમરેલી જિલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભામાં સૌએ અલગ અલગ પ્રશ્નો રજૂ કર્યા હતા પણ કોઇએ હાલમાં ખેડૂતોની કફોડી હાલત હોય કોઇ પ્રશ્ન ન ઉઠાવતા આપણા જિલ્લાના ખેડૂતો માટે સૌ ચુપ કેમ ? છે તેવો પ્રશ્ન બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન શ્રી ટીકુભાઇ વરૂએ ઉઠાવતા અમરેલી જિલ્લા પંચાયતમાં નુકસાનીના સર્વેના મામલે બઘડાટી બોલી હતી. હાલમાં જે ખેડૂતોએ પાક વિમાના પ્રીમીયમ નથી ભર્યા તેનો સર્વે ખેતીવાડી ખાતુ કરે છે અને હાલના કમોસમી વરસાદમાં જેનો માલ પલળી જતા નુકસાની થઇ છે તેના પાક વિમા માટે વિમા કંપનીઓના સર્વે પુરા થવા આવ્યા પણ ખેતીવાડી ખાતા દ્વારા સર્વેના ફોર્મ પણ ન હોવાની રજૂઆત ટીકુભાઇ વરૂએ કરી સૌને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોના મામલે ધ્યાન દેવાની આકરી રજૂઆત કરતા ગરમાગરમી થઇ ગઇ હતી.

ખેડૂતનાં ઘરમાંથી સોના-ચાંદીના આભુષણો-કરીયાણાની પણ તસ્કરી

સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામે ખેડૂતનાં ઘરમંાથી  તસ્કરોએ સોના-ચાંદીની સાથો સાથ તેલનાં ડબ્બાની તસ્કરી પણ કરી હતી. જેમાં ૧૭ હજારના ઉપરાંતનો મુદામાલની ઉઠાંતરી કરી ગયા હતાં. સાવરકુંડલા તાલુકાનાં કૃષ્ણગઢ ગામે રહેતાં ચંપુભાઇ રામભાઇ ધાધલ તા. ૧૯-૧ ના રોજ સહ પરિવાર સાથે ચાંદગઢ મુકામે લગ્નમાં હાજરી આપવા માટે ગયા હોય તે અરસામાં કોઇ અજાણ્યો શખ્સ દ્વારા નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ રાખેલા સોનાની બુટી કિંે. રૂ. ૧૦ હજાર કાનમાં પહેરવાનો દાણો કિ. રૂ. ૪ હજાર ચાંદીનાં દાગીના અને એક તેલનો ડબ્બો એમ કુલ ૧૭,૧પ૦ નાં મુદામાલની ચોરી કરી નાસી ગયાની ફરીયાદ સાવર કુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:54 pm IST)