Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાણવડના ટીંબડી પાસે કાર હડફેટે રિક્ષાઃ મહિલાનું મોતઃ ૪ ને ઇજા

ખંભાળીયા તા. ર૩ : ભાણવડના મોડપર ગામે રહેતા કવિતાબેન આલાભાઇ વારંગીયા (ઉ.રપ), રમેશભાઇ ભીખાભાઇ ચાવડા(ઉ.૧૮) કાજલબેન સવજીભાઇ પરમાર (ઉ.ર૩) ડાયીબેન આલાભાઇ વારંગીયા (ઉપ૧) જગદીશભાઇ નાથાભાઇ પરમાર, (ઉ.૪પ)  તથા લાભુબન મહોનભાઇ ધંધુકીયા (ઉ.પપ) તેના છકડો રીક્ષામાં બેસી ટીબડી પાટીયા પાસે આવેલીવાડીમાં મંજુરી કામે જતા હતા ત્યારે મોડપર તરફથી આવતુ ટ્રેકટર રીક્ષાના ઠાઠાના ભાગે થઇ ગરેડામાં ઉતરી જતા જામનગર રોડ પરથી પુરપાટ ઝડપે આવતી બ્રેઝા કાર નં. જી.જે.ર પ જે પપ૪ નંબરના ચાલકે સ્ટેયરીંગ પરન કાબુ ગુમાવતા કાર રીક્ષા સાથે અથડાઇ હતી જેમાં રીક્ષામાં સવાર લાભુબેન મોહનભાઇ ધંધુકીયાને માથાના ભાગે ગંભીર ઇજા થવાની સારવાર કારગત નિવડે પહેલા જ દમ તોડી દીધો હતો. જયારે અન્ય પાંચ વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે ભાણવડ અને વધુ સારવાર માટે કેટલાકને જામનગર ખસેડાયા હતા અકસ્મત અંગે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ભાણવડ પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.હેરમા વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકાની પરિણીતાને જામનગરના સાસરીયાઓનો ત્રાસ

દ્વારકાના  નરસંગ ટેકરી વિસ્તારમાંં હાલ પિયરમાં રહેતી પરીણીતા જાહિરાબેન ફૈઝલ ખાની (ઉ.રપ) ની મુસ્લિમ પરણીતાએ જામનગર ગરીબ નવાઝ સોસાયટીમાં અસલફા પાર્ક હુશેની ચોક પાછળ રહેતા પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે ફરીયાદમાં જણાવ્યું છે કે પતિ ફૈઝલ, સસરા અજીત સુલેમાન ખાખી, સાસુ હમીદાબેન તથા જેઠ જુબેર બધા સાથે મળી નાની નાની બાબતે મેણાટોણા મારી તુ તારા માવતરેથી કરીયાવર ઓછું લાવી છો કહી માર મારી જયારે હુ ફોનમાં વાત કરતી હોય ત્યારે શંકા-કુશંકા કરી બોલાચાલી કરી કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે કાઢી મુકવા અંગેની ફરીયાદના આધારે પોલીસે સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં દોઢલાખની ચોરી

દ્વારકાના રામેશ્વર રોડ નરસંગ ટકરી પાસે રહેતા રોશનબેન મહમદ જમીલભાઇ શેખ નામના વૃદ્ધાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે, તે ત્રણેક દિવસ જાનમગર કામ સબબ ગયા હોય ત્યારે પાછળથી બંધ મકાનમાં તસ્કરો મકાનની દિવાલ ટપી ફળીયામાં પ્રવેશી રૂમના કબાટના તાળા તોડી રાખવામાં આવેલ સોનાના ચેઇન, બે, સોનાનીવીટી ૩, સોનાના બુટીયા તથા જેન્ટસ ઘડીયાલ મળી કુલ રૂ.૧,પ૭,પ૦૦ ની ચોરી કોઇ અજાણ્યા ઇસમો કરી ગયેલ છે બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સે વિરૂદ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ પીઆઇ વી.વી.વાગડીયા ચલાવી રહ્યા છે.

(12:52 pm IST)