Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

એક વર્ષ પહેલા ભગાડી, લગ્ન વગર સાથે રહ્યા, હવે પ્રેમીએ ગમતી નથી કહેતાં મિતલ ઝેર પી ગઇં

મુળ પંચમહાલની યુવતિને પંકજ તેના વતનમાંથી ભગાડી ગયો'તોઃ ત્રણ દિવસથી સાવરકુંડલા રહેતા'તાઃ પ્રેમીએ દવા પીવડાવી દીધાનો આક્ષેેપ

રાજકોટ તા. ૨૩: મુળ પંચમહાલના ફતેપુરાની મિતલ વાલજીભાઇ ચંદાણા (ઉ.૧૯) નામની યુવતિ ત્રણેક દિવસથી સાવરકુંડલામાં લાલજીભાઇની વાડીમાં પ્રેમી પંકજ કાંતિભાઇ ગરાસીયા સાથે રહેવા આવી હોઇ અહિ ઝેરી દવાની અસર થતાં સાવરકુંડલા, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પ્રેમીએ જ દવા પીવડાવ્યાનો આક્ષેપ તેણીએ કર્યો છે.

મિતલને એક વર્ષ પહેલા તેના વતનમાંથી તેના જ ગામનો પંકજ ભગાડી ગયો હતો. ત્યારથી બંને અલગ-અલગ ગામોમાં રહી મજૂરી કરતાં હતાં. લગ્ન વગર જ સાથે રહેતાં હતાં. ત્રણેક દિવસ પહેલા મિતલની મોટી બહેન સાવરકુંડલા રહેતી હોઇ બંને અહિ આવ્યા હતાં અને એક વાડીમાં મજૂરીએ રહ્યા હતાં. મિતલના કહેવા મુજબ હવે તે પંકજને ગમતી ન હોઇ તેણે ઝેરી દવા આપી પી જવાનું કહેતાં પોતે પી ગઇ હતી. એ પછી તે તેણીની મોટી બહેન કે જે બાજુની વાડીમાં છે ત્યાં જઇ મિતલ દવા પી ગઇ તેમ કહી નીકળી ગયો હતો.

(11:50 am IST)