Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભેંસ સાથે બાઇક અથડાતાં ફંગોળાયેલા હળવદ સુસવાવના હેમીબેન કોળીનું મોત

બે દિવસ પહેલા પતિના વાહનમાં બેસી વાડીએથી ઘરે જતા'તા ત્યારે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: હળવદના સુસવાવ  ગામે ભેંસ સાથે બાઇક અથડાતાં પતિની પાછળ બેઠેલા રહેતાં હેમીબેન કેશુભાઇ ઠાકોર (કોળી) (ઉ.૫૫)ને ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સુસવાવ રહેતાં હેમીબેન ૨૧મીએ સાંજે વાડીએથી પતિના મોટરસાઇકલમાં બેસી ઘરે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં ભેંસ આડી આવતાં બાઇક અથડાતાં બંને પતિ-પત્નિ ફંગોળાઇ ગયા હતાં. જેમાં હેમીબેનને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં  એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હળવદ પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)