Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પિપલાણા ગામના આંગણે મંગળવારથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મંદિરના નિર્માણ કાર્ય માટે રામામંડળના કાર્યક્રમો યોજી ફંડ એકત્ર કર્યું : ત્રણ દિવસ લોકડાયરો, હસાયરો, રામામંડળ, મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો

રાજકોટઃ  તા.૨૨, સમસ્ત પિપલાણા ગામ રામામંડળના સંચાલક બોદુભાઈ ભલુર, પ્રમુખ લાલભા જાડેજા, આયોજક કેશુભાઈ ખોયાણી, કાર્યક્રમના માર્ગદર્શક અને પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ સરધારાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે પિપલાણા ગામ, તા. કોટડાસાંગાણી, જિ. રાજકોટ ખાતે આગામી તા. ૨૬/૧૧, મંગળવારથી તા.૨૮/૧૧ ગુરૂવાર સુધી શ્રી સિઘ્ધેશ્વર મહાદેવ તથા શ્રી રામદેવજી મહારાજ તેમજ શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી રાધાકૃષ્ણની પ્રેરણાથી પિપલાણા ગામે આ બધા દેવીદેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.   તા.૨૬/૧૧ થી પ્રારંભ થનાર આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે હેમાદ્રી સંકલ્પ, જલયાત્રમ, ગણપતિ પૂજન, ગ્રહશાંતિ ત્યારબાદ સાંજે ૬ કલાકે મહાપ્રસાદ  રાખેલ છે. ત્યારબાદ રાત્રે  ૯  કલાકે વિખ્યાત કલાકારો ખિમજીભાઈ ભરવાડ, યોગીતાબેન પટેલ, મનસુખભાઈ વસોયા, હેતલબેન  આંબલીયા, વિજયભાઈ ગઢવી સહીતનાઓ ઘ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવશે.

તા. ર૭ ના બુધવારે સવારે ૮  કલાકથી દેવોની પુજા, નગરયાત્રા, ધાન્યાધી વાસ, વાસ્તુ યજ્ઞ, ઉતર પૂજન તેમજ ત્રીજા દિવસે તા.૨૮ ના ગુરૂવારે મૂર્તિના સામૈયા, કુટિર હોમ, સંતોના સામૈયા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, બિડુ હોમવાનો કાર્યકમ ત્યારબાદ મહાપ્રસાદ યોજવામાં આવશે અને રાત્રે ૯ કલાકે રામદેવપિર ના મંદિરના સાનિધ્યમાં રામા મંડળ યોજવામાં આવેલ છે, જેમા હાસ્ય કલાકાર સંજય ઢાંઢણી તેમજ  મંદીરના મહંત શ્રી વિઠ્લદાસજી દેવમુરારી, યજ્ઞના આચાર્ય શ્રી ધવલદાદા પંડયા, શાસ્ત્રીશ્રી હસમુખઅદા જોષી, શાસ્ત્રીશ્રી બાબુઅદા ખાસ ઉપસ્થિત રહેશે.

 આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના  કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, કંુવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, બીલ્ડર એશોશીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા, હિતેષભાઈ વોરા, બાબુભાઈ સરવૈયા, દિલીપભાઈ કોરાટ, લદ્યુભા મંગલસિહ જાડેજા, અરવીદભાઈ સિંધવ, અમીતભાઈ પડારીયા, સહદેવસિહ જાડેજા, પિપલાણા ગ્રામ પંચાયતના સરપંચશ્રી વીણાબેન બચુભાઈ કુકડીયા, પડવલા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મજબુતસિહ જાડેજા, ભાયાસરના સરપંચ શ્રી વજુભાઈ મારૂ, લોઠડાં ના સરપંચ વિશાલભાઈ મકવાણા સહીતના આગેવાનો   તેમજ  ઉદ્યોગપતિઓ સર્વેશ્રી જયંતીભાઈ સરધારા, સંજયભાઈ પડાલીયા, નાથુભાઈ આણદાણી, વલ્લ્ભભાઈ વડાલીયા, રામજીભાઈ હરસોડા, કિશોરભાઈ સોરઠીયા, સંજયભાઈ કાછડીયા, વિઠ્લભાઈ બુસા, અમીતભાઈ ખુંટ, કેશુભાઈ વાડોદરીયા, કિરીટભાઈ લીંબાસીયા તથા સંતો-મહંતો સર્વેશ્રી મસ્તરામ બાપુ, શાસ્ત્રીબાપુ, રદ્યુનાથબાપુ , વશિષ્ઠબાપુ, ં ત્રીભોવનદાસ બાપુ કુબાવત, શંકરદાસજી બાપુ  આર્શિવચન પાઠવશે. 

આયોજનને સફળ બનાવવા રાજેશભાઈ ડાવરા, કેશોરભાઈ માદરીયા, મહેશભાઈ ખોયાણી, નિતીનભાઈ ખોયાણી સહયોગી ગ્રુપ તરીકે જવાબદારી સંભાળી રહયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકમના માર્ગદર્શક અને પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ સરધારા, સંચાલક બોદુભાઈ ભલુર, પ્રમુખ લાલભા જાડેજા, આયોજક કેશુભાઈ ખોયાણી, ઉપપ્રમુખ હબીબભાઈ ભલુરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.  

તસ્વીરમાં પિપલાણા  ગામ સમસ્તના પ્રમુખ શ્રી લાલભા જાડેજા (મો.૯૯૧૩૧ ૩૧૯૯૯), ઉપપ્રમુખ શ્રી હબીબભાઇ ભલુર  (મો.૯૭૧૨૮ ૫૨૬૯૫) આયોજક શ્રી કેશુભાઇ ખોયાણી (મો.૯૮૨૪૨ ૪૧૨૮૪), સંચાલક શ્રી બોદુભાઇ ભલુર (મો.૯૮૭૯૯ ૩૧૬૧૨) સાથે પૂર્વ કોર્પોરેટર શ્રી જેન્તીભાઇ સરધારા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:48 am IST)