Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સામા કાંઠાના રવિ ભરવાડ જેને ભગાડી ગયો'તો એ કોળી સગીરા સાથે ભગુડામાં ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

૨૪ દિવસ પહેલા બંને ગૂમ થયા'તાઃ રવિ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ થયો હતોઃ બંનેના પરિવારમાં ગમગીની

ભાવનગર, તા., ૨૩: ભાવનગરના ભગુડા ગામે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા ચકચાર જાગી છે. મૃતક યુવક-યુવતી રાજકોટનાં હોવાનું ખુલવા પામ્યું છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે યુવાન-યુવતીએ ગળાફાંસોખાઇ સજોડે આપઘાત વહોરી લીધો હતો. મૃતક યુવાન રવિ જીવાભાઇ મકવાણા અને યુવતી હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું છે. રાજકોટમાં રહેતા યુવાન-યુવતીના પરીવારનો ભગુડા દોડી આવ્યા હતા. પોલીસે બુલેટ મળી આવતા તપાસ હાથ ધરી હતી. આ બનાવની તપાસ બગદાણા પોલીસ સ્ટેશનમાં પો.સ.ઇ.  મકવાણા ચલાવી રહયા છે. મૃતક યુવાન-યુવતી બુલેટ લઇ રાજકોટથી ભગુડા ગામે આવ્યા હતા.

વધુ માહીતી મુજબ રાજકોટ સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની દિકરીને તા.૩૦-૧૦ના રોજ ભગીરથ સોસાયટીમાં રહેતો રવિ જીવણભાઇ મકવાણા (ભરવાડ) લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ મામલે થોરાળા પોલીસે રવી મકવાણા વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો.

રાજકોટના સામાકાંઠાના રવિ ભરવાડ જેને ભગાડી ગયો હતો. એ કોળી સગીરા સાથે ભગુડામાં ગળેફાંસો ખાઇને જીંદગી ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી છે.

(11:47 am IST)