Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કાલે હાર્દિક પટેલ અને કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો ઉપલેટામાં સભા ગજવશે

ખેડુતોના મુદ્દે ભારે આક્રોશઃ ઉપવાસ અને ખેડુત અધિકાર સંમેલનમાં જનમેદની ઉમટશે

ઉપલેટા તા.ર૩ : ગુજરાતની ભાજપ સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમય થયા ખેડુતોને કસતા સતત અન્યાય પાક વિમો દેવા નાબુદિ અતિવૃષ્ટિથી થયેલ નુકશાન જેવા મુદ્દાઓને સરકાર ધ્યાનમાં ન લેતી હોય તા.ર૪ને રવિવારના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હાર્દિક પટેલની હાજરીમાં ખેડુત અધિકાર સંમેલન રાખવામાં આવેલ છે.

આ સંમેલનના આયોજક શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઇએ આજે આ અંગે માહિતી આપતા જણાવેલ હતુ કે ચોમાસા બાદ પણ સતત થઇ રહેલા વરસાદના કારણે ઉપલેટા વિસ્તારના ખેડુતોનો પાક ખેતરમાં બગડી ગયો છ.ે ઘાસચારો પાક પલળવાને કારણે બગડી ગયો છે ખેડુતોએ પોતાના પાકના પાક વિમો ઉતારયેલ હોય છતા વિમા કંપની જવાબ આપતી નથી.

ખેડુતોનો અવાજ સરકાર સુધી પહોચાડવા અને ઉંઘતી સરકારને જગાડવા રવિવારે ઉપલેટા બાવલા ચોકમાં સવારે ૧૧ થી પ હાર્દિક પટેલ અને ૧૧ ધારાસભ્યોની હાજરીમાં ધરણા તથા સાંજે પ વાગ્યે જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ જાહેર સભામાં હાર્દિક પટેલ ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, લલીતભાઇ કગથરા-ટંકારા ચિરાગ કાલરીયા, જામજોધપુર બ્રિજેશ મેરજા, મોરબી હર્ષદ રીબડીયા, વિસાવદર, બાબુભાઇ વાંઝા, માંગરોળ ભીખાભાઇ જોષી,, જુનાગઢ, પ્રવિણ મુછઠીયા, કાલાવાડ વિક્રમભાઇ માડમ, ખંભાડીયા, અમરીશ ડેર, રાજુલા રૂત્વીક મકવાણા, ચોટીલા જે.વી. કાકડીયા, ધારી પ્રતાપભાઇ દુધાત, સાવરકુંડલા પાલભાઇ આંબલીયા, લાખાભાઇ ડાંગર, સહિત અનેેક આગેવાનો ઉપસ્થિત રહેશે.

તાલુકા ભરના ખેડુતોને આ ખેડુત અધિકાર સંમેલનમાં ઉપસ્થિત રહેવા અપીલ કરેલ છે.

(11:47 am IST)