Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

નિકાવામાં ભકિત-ઉલ્લાસ-ઉમંગ-પોતાપણાની લાગણીનો અનુભવઃ પૂ. પારસમૂનિ મ. સા.

જન્મભૂમિમાં રર વર્ષે પર્દાપણઃ ભવ્ય સામૈયુ-ધર્મસભા યોજાઇ

રાજકોટ તા. ર૩ :ગોંડલમાં યશસ્વી ચાતુર્માસ પુર્ણ કરી રાજકોટની ધરા ઉપર પાવન પધરામણી કરી રર વર્ષે જન્મભૂમિ નિકાવા ખાતે ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા. એ સવારે પધરામણીથી ગ્રામજનોમાં અદમ્ય ઉત્સાહ  પ્રસરી ગયેલ.

સૌ પ્રથમ મહાદેવ મંદિરેથી ભવ્ય સામૈયાની શરૂઆત થયેલ. જેમાં કળશધારી બાળાઓએ સ્વાગત કરેલ. ત્યારબાદ નિકાવા ગામમાં સામૈયુ ધર્મસભામાં પરિવર્તીત થયેલ.

ધર્મસભા દરમિયાન પધારેલ સંઘના પદાધિકારીઓ, દાતા પરિવાર, ધારાસભ્ય શ્રી, સરપંચશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગોંડલ નવાગઢ સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, શેઠ ઉપાશ્રયના હેમલભાઇ મહેતા, મહાવીરનગર જૈન સંઘના પ્રતાપભાઇ વોરા, જગદીશભાઇ શેઠ, વિતરાગ સંઘના ભરતભાઇ દોશી, રાજુભાઇ ઘેલાણી, નીતિનભાઇ મહેતા, શ્રમજીવી સંઘના પ્રમુખ હિતેશભાઇ મહેતા, ગોંડલ રોડ, વેસ્ટના મંત્રી કિર્તીભાઇ શેઠ, કાચના જિનાલયના ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયા, મુંબઇ ભાજપના ઉપાધ્યક્ષ પુરૂષોતમભાઇ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, નિકાવાના સરપંચ રાજેશભાઇ મારવીયા, નલીનભાઇ ઝવેરી,સુસીલભાઇ ગોડા સહિતના હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઇ રવાણીએ કરેલ.

પૂ. પારસમુનિ મ.સા.એ પ્રવચન ફરમાવતા જણાવેલ કે માનવ શબ્દ મા અને નવ શબ્દથી બન્યો છે.

માતાના ગર્ભમાં ૯ મહિના રહી માનવ બને છે. જો તેના ગર્ભમાં સંસ્કાર નથી થતા તો તે આત્મા મનુષ્ય જીવનને ખાય જાય છે. ભગવાન શ્રીરામ જયારે વનવાસમાં જાય છે ત્યારે ગંગાના કિનારે આવીને ગંગાને પાર કરવા ઉભા હોય છે. હોડીવાળો ના પાડે છે અને કહે છે કે આપનો ર્સ્પશ કલ્યાણકારી છે. કેવળે ભગવાનના પગ ધોવે છે. અને  ત્યારબાદ તેઓ નાવમાં બેસે છે અને મધ્યમાં હોડી પહોંચી ત્યારે નાવને  હાલક - ડોલક થતા જોઇ લક્ષ્મણજી ગુસ્સે થયા. ત્યારે  પ્રભુ તેમને શાંતિ કરે છે. પ્રભુ શ્રીરામ નાવીકને પુછે છે કે તું શું કામ આમ કરે છે.   ત્યારબાદ કિનારા તરફ  લઇ જાય છે. પ્રભુએ જયારે ભાડુ પુછયુ ત્યારે નાવીકે કહયુ પ્રભુ મે તમને ગંગા પાર કરાવી તમે મને  ભી વપાર કરાવજો.

જીવન પરિવર્તનશીલ છે રર વર્ષ પહેલાનુ અને આજનું નિકાવા ઘણુ બદલ્યું છે પણ મનનીવૃતિ કેવી હોય તે મહત્વનું જીવનની અંદસીમનોવૃતિ પ્રવૃતિઓ સુધારવાની છે હું કંઇક કરી શકુ બીજાની માટે એ મહત્વનું છે. ભેદ મનના સ્તરે છ.ે ભેદથી આત્માને ઉપર ઉઠાવવાનો છે. માટે જીવનમાં તમામ ભેદોથી આત્માને ઉપર ઉઠાવીને બીજાનું ભલુ કરવાનું કાર્ય કરવુ જોઇએ બીજા આત્માનું હિત સ્વર્ગ પમાડે છે.

જે માનવ સમુહમાં ચાલે છે તે આત્મબોધને પામે છે શિક્ષકોના લીધે આજે જ્ઞાન પિપાશા મળી છ.ે શારીરીક શિક્ષણથી શરીર મજબુત બન્યુ છ.ે સર્વે શિક્ષકો-ગ્રામજનોનો ઋણ સ્વિકાર પણ પ્રવચનમાં ગુરૂદેવે કરેલ. આજે મારી પાસે બે વ્યકિતઓ નથી મારા ગુરૂદેવ જગદીશમુનિ. મ.આ.અને સંસારી માતા ઇન્દુબેન આજે હયાત હોત તો તેમના હૃદયમાં અનેરો આનંદ હોત.  (૪૦.૧૧)

(3:26 pm IST)