Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબી લાયન્સ કલબ દ્વારા ડીજી વિઝીટ

મોરબીઃ સામાજિક કાર્યોમાં વ્યસ્ત એવી લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા તાજેતરમાં ડીજી વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રોગ્રામમાં રાજકોટથી ડીસ્ટ્રીકટ ગવર્નર દિવ્યેશભાઈ સાકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કલબના પ્રમુખ ડો. રવીન્દ્ર ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવર્ચન કરવામાં આવ્યું હતું સેક્રેટરી સમીરભાઈ ગાંધી દ્વારા પ્રોજેકટ અહેવાલ રજુ કરવામાં આવેલ તેમજ ટ્રેઝરર ભાવેશભાઈ ચંદારાણા દ્વારા ગવર્નર દિવ્યેશભાઈ સાકરિયાને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું આ પ્રસંગે ભૂતપૂર્વ ડીજી ચંદ્રકાંતભાઈ દફતરી દ્વારા ગયા વર્ષના કલબના પ્રમાણપત્રો મેમ્બરોને એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને અંતે ડીનર વિથ આઈસ્ક્રીમ બાદ કલબ મેમ્બરોએ સંગીતની મજા માણી હતી  લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કેવી કે સમયાન્તરે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ, ગંગા સ્વરૂપ બહેનોને દર માસે અનાજ કીટ વિતરણ, ઝૂપડપટ્ટીના બાળકોને ફૂડ પેકેટ વિતરણ, વૃદ્ઘાશ્રમ અને અનાથાશ્રમમાં નાસ્તો-ભોજનના આયોજન, મોરબીની સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થી જન્મદિવસની ઉજવણી વૃક્ષ ભેટ આપીને કરવામાં આવી રહી છે તે ઉપરાંત આ વર્ષે મોરબીમાં પ્રથમ વખત બહેરાશ મુકત ગુજરાત પ્રોજેકટના ભાગરૂપે ૦ થી ૬ વર્ષના બાળકો માટે બહેરાશ નિદાન કેમ્પ તા. ૦૮-૧૨-૨૦૧૯ ના રોજ ડો. પ્રેયશ પંડ્યાની હોસ્પીટલે યોજાશે. ડી.જી. વીઝીટની તસ્વીર.

(11:38 am IST)