Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઉનાના ઉમેજમાં ગ્રામ્યજનોની જાતમહેનતથી ખેડૂતો અને બાળકોને રાહત : બેઠો પુલ બનાવ્યો

ઉના,તા.૨૩ તાલુકાના ઉમેજગામમાં લોકોની પ્રસંશનીય કામગીરી જોવા મળી વર્ષોથી જે નદીકાંઠે બાળકો અને ખેડૂતો નદીઙ્ગ પાર કરીને જવું પડતુ તે ગ્રામજનોએ જાતમહેનતથી કરી એક બેઠો પુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ઉમેજ ગામે ગ્રામજનોએ અને સરપંચો દ્વારાઙ્ગ એક બેઠો પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે વર્ષો જૂની સમસ્યા નું નિરાકરણ કરવામાં આવ્યું અને જયારે ચોમાસાની ઋતુમાં વરસાદ અને નદી પાર કરીને ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ નદી માં ઉતરીને સામે કાંઠે જવું પડતું અને જયારે વધારે પાણી હોય ત્યારે બાળકોનું શિક્ષણ પણ બગડી ગયું હતું અને જયારે જયારે નદીમાં પૂર આવે છે

સરકારને અનેક રજૂઆત કરવા છતાં પણ તેનું અમલીકરણ કરવામાં આવતું નથી ત્યારે આજે પણ લોકો અનેક ગ્રામજનો નદી પાર કરીને જવું પડતું હોય છે ત્યારે ગ્રામજનો ના બે કાંઠે વહી જતી નદી ને પાર કરી જવું પડતું હોય છે ત્યારે ઉના તાલુકાના ગામડાઓ આવે છે જે નદી પાર કરી ને જાય છેઙ્ગ તેઓએ પણ તેની પણ અનેક રજૂઆતો હોય છે અને ચોમાસા ઋતુ દરમિયાન તેનો સામનો કરવો પડે છે ઉમેજ ગામના સરપંચ શ્રી મનસુખભાઈ ગોહિલ તેમજ આમ ભાઈ વાળા ગોલન ભાઈ ચાવડા તથા ગામના આગેવાનો આ કામ સારીરીતે પૂર્ણ કર્યું હતું અને એક સારો દાખલો બેસાડ્યો હતો.

(11:35 am IST)