Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જસદણ શહેર ભાજપના પ્રમુખ પદે અનિલભાઇ મકાણીની નિમણુંક

જસદણ તા. ૨૩ : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણ શહેર ભાજપ ના પ્રમુખ તેમજ મહામંત્રી ઓની નિમણુક કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જસદણ શહેર ભાજપ પ્રમુખ પદે અનિલભાઈ મકાણીને રિપીટ કરવામાં આવ્યા છે જયારે મહામંત્રી તરીકે ભરતભાઈ છાયાણી (બીબીસી) મુકેશભાઈ જાદવની નિમણુંક કરવામાં આવી છે. બીબીસી છાયાણીની પણ રિપીટ થયા છે. ત્રણેય હોદેદારો સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવા ઉપરાંત નિષ્ઠાવાન અને ભાજપના જૂના કાર્યકરો હોવાથી જસદણ શહેર ભાજપમાં આનંદની લાગણી ફેલાઇ છે. જસદણ શહેર ભાજપ પ્રમુખ પદે નિમણૂક બાદ અનિલભાઈ મકાણીએ જણાવ્યું હતું કે જસદણ ભાજપના તમામ કાર્યકરોનેઙ્ગ સાથે રાખીને ભાજપની કામગીરી કરવામાં આવશે. વધુમાં શ્રી મકાણી ઉમેર્યું હતું કે જસદણ પંથકના ભાજપના તમામઙ્ગ નેતાઓનુંઙ્ગ માર્ગદર્શન લઈને તમામ નેતાઓને એક સરખું મહત્વ આપી પક્ષ પ્રમુખ તરીકેની તટસ્થ અને ભારતીય જનતા પક્ષના હિતમાં કામગીરી કરવામાં આવશે. ટિમ જસદણની ભાવના સાથે કામગીરી કરવાનો કોલ અનિલભાઈ મકાણી એ આપ્યો હતો.

(11:33 am IST)