Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ધોરાજીમાં ડસ્ટબીનનું વિતરણ

 ધોરાજી : શ્રી રોકડીયા હનુમાન સેવા સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ડસ્ટબીનનું વિતરણ કરાયુ હતુ. સંસ્થાના હોદ્દેદારોએ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપીલ કરેલ. આ ડસ્ટબીનનું વિતરણ ચા પાન લારીઓ વાળા અને દુકાનદારોને અને ઘરે ઘરે વિતરણ કરેલ અને લોકોએ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ કામગીરીમાં રોકડીયા હનુમાન ટ્રસ્ટના પ્રમુખ રમણીકભાઇ ટોપીયા તથા ઉપપ્રમુખ જીતુભાઇ વઘાસીયાએ જણાવેલ હતુ. આ કામગીરીમાં સેવાભાવી યુવાનો સંસ્થાના હોદ્દેદારો અને ગરબી મંડળના યુવાનો જોડાયા હતા. ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:33 am IST)