Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોડીનારના નગડલા ગામે વૃધ્ધાના વેઢલાની લુંટ

કોડીનાર, તા., ર૩: નગડલા ગામે રહેતા ૮૦ વર્ષના વૃધ્ધ જાનુબેન બારૈયા ઘરે એકલા જ રહે છે જેની એકલતાનો લાભ લઇ તેના ઘરમાં ત્રણ જણા પ્રવેશીને મોઢે ડુચો મારી તેના કાનમાંથી સોનાના વેઢલા ખેચી ફરાર થઇ ગયા હતા. બનાવથી હતપ્રભ થયેલા જાનુમાએ સવારે લોહી નીંગળતી હાલતમાં તેના દિયર કનુભાઇ રામભાઇ બારૈયાને વાત કરતા તેઓ દવાખાને સારવાર માટે લાવેલા આ ઘટનાથી નાના એવા ગામમાં ચર્ચા સાથે ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડીયાથી કોડીનાર પંથકમાં તસ્કરો અને લુંટારૂઓએ માજા મુકી છે થોડા દિવસ પહેલા દક્ષિણામુર્તિ સોસાયટી વિસ્તારમાં પાંચથી છ જગ્યાએ દુકાનો-મકાનોના તાળા તુટયા હતા ગઇકાલે માલશ્રી ગામે પાંચ મકાનમાં લુંટારૂ ત્રાટકયા હતા ત્યારે આજે આ નગડલા ગામની ઘટના બનવાથી તસ્કરો પોલીસના અસ્તિત્વને પડકાર ફેંકી રહયા છે ત્યારે રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવવા માંગણી ઉઠી છે.

(11:29 am IST)