Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

માળિયામિંયાણાના વેજલપર ગામે રમેશભાઇ કૈલા પર કુહાડીથી હુમલો

કપાસ જોખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી માવજીભાઇ તૂટી પડયા

મોરબી, તા.૨૩: માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગામે અગાઉ કપાસ જોખવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આધેડને કુહાડી વતી માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વેજલપર ગામે રહેતા રમેશભાઈ માધવજીભાઈ કૈલાને આગાઉ માવજીભાઈ મગનભાઈ કૈલા સાથે કપાસ જોખવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરિયાદી રમેશભાઈ કૈલા પર કુહાડી વતી હુમલો કરી ડાબા હાથના અંગુઠામાં તેમજ ડાબા હાથમાં ગંભીર ઈજા કરી અને વાસાના ભાગે ઈજા કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રમેશભાઈ એ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

(11:29 am IST)