Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ધોરાજીની સ્પે.કોર્ટ દ્વારા સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ

ધોરાજી, તા.૨૩: ધોરાજીના એડિશનલ સ્પેશિયલ કોર્ટના જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે એ સુરેશ ઉર્ફે ખુમજીને પોસ્કોના કેસમાં આજીવન કેદની સજા ફરમાવી છે.

 જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે ખેત મજૂરી માટે ગરબાડા તાલુકા થી આવેલ મજૂર પરિવારની દિકરીને તેમના જ પરિચિત સુરેશ ખુમજી તા.૨૬ નવેમ્બર ૨૦૧૮ ના અરસામાં તેમના માતા-પિતાની મરજી વિરુદ્ઘ બોલેરો ગાડીમાં અપહરણ કરી ગયેલા અને પોતાના મુળવતન ગરબાડા તાલુકામાં જતા રહેલા આરોપીનું ગામ પાટીયા હતું ત્યાં આરોપી ભોગ બનનારના સાથે શરીર સંબંધ બાંધતા અને ભોગ બનનારના પિતાએ રૂબરૂ જઇને વિનંતી કરવા છતાં પણ દીકરી પરત ન આપતા તેમણે જામકંડોરણા પોલીસમાં ફરિયાદ આપેલી તે વખતના જામકંડોરણા પીએસઆઇ તરફથી તાત્કાલિક પગલાં લઇ અને ભોગ બનનાર તથા આરોપીને હાજર કરેલા જે કેસ ખૂબ જ ટૂંકા સમયમાં ચાલી જતા સરકાર તરફે કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે આરોપી તરફથી ૧૮ વર્ષથી નાની વયની દીકરીનો જાતીય શોષણ કરેલું છે ભોગ બનનારની જુબાની એ ફરિયાદને સમર્થન આપ્યું છે અને મેડિકલ ઓફિસરની જુબાની તથા પુરાવો પણ ફરિયાદ પક્ષના સમર્થનમાં છે ફરિયાદી તરફથી ફરિયાદનો કેસ નિશંકપણે પુરવાર કરવામાં આવેલો છે આ તમામ હકીકતો ધ્યાનમાં લઇ નોંધ કરી અને ધોરાજીના સ્પેશ્યલ જજ શ્રી હેમંત કુમાર દવેએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા રૂપિયા ચૌદ હજાર દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીમાં સામાન્ય રીતે સાત વર્ષની સજા થતી વધીને દસ વર્ષની સજા થતી આવા કેસમાં આજીવન કેદ પહેલીવાર

(11:28 am IST)