Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

માળીયામિંયાણાના ખાખરેચી ગામે જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

મોરબી, તા.૨૩:માળીયામિંયાણાના ખાખરેચી ગામે જુગાર રમતા સાત શખ્સોને પોલીસેે ઝડપી લીધા હતા. મળતી વિગત મુજબઙ્ગ માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના ખાખરેચી ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા અબ્સુક કરીમભાઈ પલેજા, જીતેન્દ્ર બાબુભાઈ શંખેસરિયા, જીતેશ વિઠલભાઈ સુરાણી, રતિલાલ બાબુ લાખરોજા, કેશુભાઈ મગન  કૈલા, બળદેવ જીવરાજભાઈ કૈલા અને બળદેવ અંબારામભાઈ કૈલાને રોકડ રકમ ૧૦,૫૩૫ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:28 am IST)