Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

એબેલોન ક્લીન એનર્જી કંપનીને રાણપુર મામલતદાર કચેરી દ્વારા કારણદર્શક નોટીસ

જાહેરમાં વેસ્ટ મટીરીયલ્સ નાખવા અને હવામાં પ્રદુષણ ફેલાવવા બદલ નોટિસ ફટકારાઇ

 

બોટાદ અને રાણપુર વચ્ચે મીલેટ્રી રોડ પર આવેલ એબેલોન ક્લીન એનર્જી કંપની લિ. નામની વીજળી ઉત્પાદન કરતી કંપની દ્વારા છેલ્લા બે દિવસથી જાહેરમાં વેસ્ટ મટીરીયલ્સ નાખવામાં આવી રહ્યુ છે જેના કારણે હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બાબતે રાણપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂબરૂ આવી તપાસ કરેલ જેને લઇ મામલતદાર દ્વારા કંપનીને પ્રદુષણ ને લઈ કારણદર્શક નોટીસ ફટકારી છે અને બે દિવસમાં લેખિત જવાબ સાથે હાજર રહેવા જણાવેલ છે.

  અંગે મળતી માહિતી મુજબ રાણપુર બોટાદ મીલેટ્રી રોડ પર એબેલોન ક્લીન એનર્જી કંપની લી. નામની પાવર પ્લાન્ટ કંપની આવેલ છે જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી હજારો ટન વેસ્ટ મટીરીયલ નીકળે છે ત્યારે કંપની ની જગ્યામાં હજારો ટન વેસ્ટ મટીરીયલ ભેગું થઈ ગયેલ હોય જેને લઇને છેલ્લા ત્રણ દિવસથી કંપની દ્વારા આજુબાજુ માં જગ્યા ભાડે રાખી ત્યાં નાખવામાં આવી રહ્યું છે ત્યારે જાહેરમાં અને ખુલ્લામાં વેસ્ટ મટીરીયલ નાખવાને કારણે રોડ ઉપર ભારે પ્રદુષણ થઈ રહ્યુ છે અને દુર્ગંધ ફેલાઈ રહ્યું છે જેના કારણે રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

(1:07 am IST)