Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબીના આમરણમાં યુવાન ઉપર હુમલો કરનાર ૧૧ શખ્શો ઝડપી જેલહવાલે : અન્યની શોધખોળ

સ્ટુડિયો સંચાલક પર ટોળાના હુમલા બાદ પોલીસની કાર્યવાહી

 

મોરબીના આમરણ ગામે વિડીયો શેર કરવા મુદે ટોળાએ સ્ટુડિયો સંચાલક યુવાન પર હુમલો કરી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તાલુકા પોલીસ ટીમે ૧૧ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યા છે

મોરબીના ધૂળકોટ ગામના રહેવાસી અને આમરણમાં સ્ટુડિયો ચલાવતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ તરશીભાઈ ચોટલીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય થયેલ અંગેનો વિડીયો ફેસબુક પર શેર કરેલ જે સારું નહિ લાગતા ૧૯ શખ્શોના ટોળાએ હુમલો કર્યો હતો જેમાં યુવાનને ઈજા પહોંચી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પીએસઆઈ આર જાડેજાની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી

યુવાન પર હુમલો કરવાના ગુન્હામાં સામેલ અફઝલ મામદ સોલંકી, કાદરમિયા ઉર્ફે ફટક બરકતમિયા બુખારી, મહમદ યુસુફ સોલંકી, તેફુલ મહમદ ભટ્ટી, લિયાકત ઉર્ફે લકી બાવામિયા બુખારી, તૌફીક અસરફ બુખારી, ઇકબાલ સમસુદિન બુખારી, હસનેન ઉર્ફે ભનો મજીદ ખોખર, ગુલામહુશેન ઉર્ફે ભા શબ્બીર સૈયદ, સલીમ કાલુમિયા બુખારી અને ગુલામહુશેન ઉર્ફે બાપુળી અસરફ બુખારી એમ ૧૧ શખ્શોને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરાયા હતા અને ૧૧ આરોપી જેલહવાલે કરી અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે

(12:43 am IST)