Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોરબીમાં રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની અધ્ય્ક્ષતાંમાં બેઠક યોજાઈ

 

મોરબી : સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ સમયમર્યાદામાં યોજાય તે માટે રેવન્યુ વિભાગ અધિકારીઓ સાથે રાજય ચૂંટણી આયોગના સચીવ મહેશ જોષીએ આજે કલેકટર કચેરી સભા ખંડમાં મોરબી જિલ્લા રેવન્યુ વિભગના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી

જે બેઠકમાં ચુંટણી આયોગના સચિવે જણાવ્યું હતું કે મતદારોમાં વધુમાં વધુ જાગૃતી આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વેપના કાર્યક્રમો યોજવા સુચનો કર્યા હતા તેમજ જેવી લોકલ બોડીમાં જગ્યા ખાલી પડે તે તુરંત સમય મર્યાદામાં ચૂંટણી યોજી શકાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું

બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ , અધિક કલેકટર કેતન જોશી , પ્રાંત અધિકારીઓ એસ.જે.ખાચર , એન.એફ . વસાવા, અનિલ ગોસ્વામી સહિત જિલ્લામાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 am IST)
  • માયાવતીની મોટી કાર્યવાહી : ચાર પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી : બસપાના પૂર્વ ધારાસભ્ય રામપ્રસાદ ચૌધરી,નંદુ ચૌધરી,રાજેન્દ્ર ચૌધરી અને દુધરામ સસ્પેન્ડ : પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાં પર બસપાના સુપ્રીમો માયાવતીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યા access_time 12:55 am IST

  • ઉત્તર ભારતમાં ફરી બરફ વર્ષા : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં અસર પહોંચી છે. અને ફરી હિમવર્ષા થઇ છે જે આજે ફરી રાત સુધી ચાલુ રહેવા સંભવ છે. પંજાબમાં અમૃતસર-ચંદીગઢમાં ઉ.માન સડસડાટ નીચે ઉતરી ગયુ છે. ગઇકાલે દિવસ દરમિયાન ૧૮ થી ૨૦ ડિગ્રી રહેલ. રાત્રે ઠંડીનું જોર વધી ગયેલ. વાતાવરણ મુખ્યત્વે વાદળીયુ રહયુ છે. access_time 11:40 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST