Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબી હાઈવે પર એજન્સીની ઓફિસમાં ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપી ઝડપાયા : મુદામાલ રિકવર

ઓર્ગેનિક દવાના બોક્સ અને લેપટોપ સહીત કુલ ૭૫,૮૦૦ ની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

 

મોરબી નજીક હાઈવે પર એજન્સી ઓફિસમાં થયેલી ચોરીના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને ઝડપી લઈને ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે

મોરબી-વાંકાનેર હાઈવે પરના આરોહી ચેમ્બરમાં એજન્સી ઓફિસમાંથી ઓર્ગેનિક દવાના બોક્સ અને લેપટોપ સહીત કુલ રૂ ૭૫,૮૦૦ ની ચોરી અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમે તપાસ ચલાવી હતી

અને રીક્ષામાં નીકળેલા ત્રણ શખ્શોને માળિયા ફાટક પાસે આંતરી લઈને આરોપી રફીક ઇશાક નોતીયાર રહે વિસીપરા, મહેબુબ જુસબ ભટ્ટી રહે કાંતિનગર સોસાયટી મોરબી- ને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા અન્ય આરોપી અર્પિત પટેલ નામના શખ્શે ચોરીનો મુદામાલ રાખ્યાની કબુલાત આપતા ત્રણેય ઇસમોને ઝડપી લઈને ચોરીનો તમામ મુદામાલ કીમત રૂ ૭૫,૮૦૦ અને સીએનજી રીક્ષા સહીત કુલ ,૨૫,૮૦૦ નો મુદામાલ કબજે લીધો છે

કામગીરીમાં બી ડીવીઝન પી આઈ પી બી ગઢવી, કિશોરદાન ગઢવી, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, પી જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, ભગીરથભાઈ લોખીલ અને નિર્મળસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

(12:27 am IST)