Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

મગફળી ખરીદી કેન્દ્ર બાબરા ખાતે ધારાસભ્ય ઠુમરની સરપ્રાઇઝ વિઝીટ

બાબરા, તા. ર૩ :  બાબરા ખાતેના માર્કેટયાર્ડ સંકુલ ખાતે છેલ્લા ૧પ દિવસથી મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆતના સમયે ખેડૂતોના વારા મુદ્દે ઉઠેલી બબાલ બાદ સ્થાનીક મામલતદારથી ખીમાણીની રાહબરી હેઠળ ખેડૂતોની માંગણી ધ્યાને રાખી મગફળી કેન્દ્ર દિન-પ્રતિદિન નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની માંગો તથા રજુઆત પરત્વે સીધુ ધ્યાન આપવા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અગ્રભાગ ભજવી ખરીદી કેન્દ્રની મુલાકાત યોજી હતી.

ઉપસ્થિત ખેડૂતો દ્વારા ખરીદી કેન્દ્રના નિયમો અને મગફળી રીજેક થયાની ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની ઉપસ્થિતિમાં રાવ કરતા તમાામ ખેડૂતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર તથા સાથી કર્મચારી દ્વારા ખેડૂતો સમક્ષ રીઝેક કરેલી મગફળીના યાંત્રિક કારણે સાથે પ્રત્યેક્ષ સમજ આપતા ખેડૂત પરીવારોને સંતોષ થયો છે.

જાગૃત ધારાસભ્ય તરીકે છાપ ધરાવતા વિરજીભાઇ ઠુંમર જનતા જર્નાદનના પ્રશ્ને સ્થળ મુલાકાત અને પ્રત્યક્ષ તપાસ જાણકારી મેળવતા હોવાથી સર્વત્ર ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

(1:49 pm IST)