Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કાલાવાડમાં તુફાન જીપને ટ્રકે હડફેટે લેતા ઇકબાલભાઇ મલેકનું મોત

જામનગરમાં છરી બતાવી ધમકી આપી ૫ હજારની લૂંટ

જામનગર તા. ૨૩ : અહીં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સલીમભાઈ તારમામદભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, સુસીંગડા મંદીર પાસે, કાલાવડમાં ટ્રક નં. જી.જે.–૦૩–એ.ટી.–ર૯૪પનો ચાલક પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી તુફાન જીપ નં. જી.જે.–૧૭–ડબલ્યુ–૦૩૮૮ સાથે મારો માર ભટકાડી ફરીયાદ સલીમભાઈ તથા સાહેદોને શરીરે નાની મોટી ગંભીર ફેકચર જેવી ઈજાઓ કરી તેમજ ઈકબાલ ભાઈ મામદભાઈ મલેકને મોઢાના ભાગે તથા માથા ના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ટ્રક મૂકી નાશી જઈ ગુનો કરેલ છે.

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ ધનજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, રાધીકા સ્કુલની બાજુમાં સુનસાન કાચા રસ્તામાં રોડ પરથી નીચે એકાંત જગ્યામાં દવાખાને પોતાની સારવાર માટે આવતા હતા ત્યારે કાળા કલરની મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા આશરે રપ થી ૩૦ વર્ષની ઉમરના ઈસમો એ મોટરસાયકલ ઉભુ રાખી  મોટરસાયકલ ચાલકે છરી બતાવી જે પણ ખીસ્સામાં હોય એ આપી દે નહીતર આ છરી વડે તારા બધા આંતરડા બહાર કાઢી નાખીશ તેમ કહી ધમકી આપેલ તથા તેની સાથે રહેલ બીજા અજાણ્યા માણસે ગાળો આપી  ચલણની જુદી જુદી આશરે પ૦૦૦ જેવી રોકડ રકમ લુંટ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

કાલાવડમાં આંકડા લખતો ઝડપાયો

કાલાવડ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  કાલાવડ મેઈન બજારમાં પ્રવિણભાઈ મોહનભાઈ અગ્રાવત, જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડતા રેઈડ દરમ્યાન વર્લી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ.૬૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં મકાનમાં ચોરી

લાલપુર પોલીસ સ્ટેશનમાં નીરમેશભાઈ રમણીકલાલ ભટ્ટ એ ફરીયાદ નોંધાવી છે કે, દ્વારકાધીશ સોસાયટીમાં મકાને કોઈ અજાણ્યો ચોર ઈસમ  ડેલા તથા મુખ્ય દરવાજાના નકુચા કોઈ તીક્ષ્ણ હથીયાર વડે તોડી અંદર પ્રવેશ કરી શર્ટના ખીસ્સામાં પડેલ રૂ.રર૦૦ની ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

(12:33 pm IST)