Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જે.સી.આઇ. ઇન્‍ડિયા ઝોન-૭નું વાર્ષિક અધિવેશન જામનગર ખાતે સંપન્નઃ નવા પદાધિકારીઓની નિમણુક

ઝોન પ્રમુખ સતિષ કોયાણી-ઝોન સેક્રેટરી પદે હિરેન મહેતા

 રાજકોટઃ જુનિયર ચેમ્‍બર ઇન્‍ટરનેશનલએ ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના યુવાનોનું આંતરરાષ્‍ટ્રીય સંગઠન છે જામનગર ટાઉન હોલ ખાતે સંગઠનના ક્ષેત્રીય પ્રભાગ ઝોન ૭ જેમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર , અમદાવાદ અને ઉતર ગુજરાતના લગભગ ૭૫ થી વધુ સ્‍થાનીક એકમોનો સમાવેશ થાય છે તેના ૩૫૦ થી વધુ ડેલીગેટ્‍સનું વાર્ષિક અધિવેશન જે.સી.આઇ જામનગરના યજમાન પદ હેઠળ આયોજીત કરવામાં આવ્‍યું હતુ.

 આ કોન્‍ફરન્‍સના ઉદઘાટન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટીઝ ખાતેથી શ્રી ધનરાજ નથવાણી  ઉપસ્‍થિત રહયા હતા. પ્રમુખ વક્‍તા તરીકે બીએપીએસના પૂ. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજી એ તમારા અસ્‍તિત્‍વનો આનંદ માણો એ વિષય પર પ્રેરક અને મનનીય વકતવ્‍ય રજુ કરેલ.

 બે દિવસની કોન્‍ફરન્‍સ દરમિયાન ઝોન પ્રમુખ હિતુલ કારીયા (જામનગર) દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો અહેવાલ રજુ કરવામાં આવ્‍યો હતો.  ડેલીગેટ્‍સ દ્વારા પોતપોતાના સ્‍થાનીક એકમો દ્વારા કરવામાં આવેલ કામગીરીની છણાવટ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં સંગઠનની પ્રવૃતિઓને વિશેષ સઘન અને પરિણામલક્ષી બનાવવા બાબત પણ એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો હતો.

 કોન્‍ફરન્‍સમાં વિશેષ અતિથી તરીકે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અર્પિત હાથી  (વડોદરા), સંજય માંકડ (વડોદરા), ભરત પટેલ (વિસનગર), અનુપ દેસાઇ (નડિયાદ) વિ. ઉપસ્‍થિત રહયા હતા.

સતીષ કોયાણી જેતપુર (ઝોન પ્રમુખ) હિરેન મહેતા - રાજકોટ (ઝોન સેક્રેટરી) આઇપીઝેડપી  હિતુલ કારીયા (ઝોન આઇપીઝેડપી) અલ્‍પેશ પટેલ, (ઝોનઉપપ્રમુખ) સમીર જાની (ઝોનઉપપ્રમુખ), રૂપાલ ગોસ્‍વામી (ઝોન ઉપપ્રમુખ) ગીરીશ ચંદારાણા (ઝોન ડીરેકટર મેનેજમેન્‍ટ) કલ્‍પેશ અમલાની (ઝોન ડીરેકટર બીઝનેશ) જીજ્ઞેશ બારોટ (ઝોન ડીરેકટર ગ્રોથ અને ડેવલોપમેન્‍ટ) અલ્‍કાબા જાડેજા (ઝોન ડીરેકટર જેસીરેટ વિન્‍ગ) વિરલ કડેચા (ઝોન ડીરેકટર જેજે વિન્‍ગ) નીતીન ઘંઘર (ઝોન ડીરેકટર રીતેન્‍સ) સ્‍નેહલ સીતાપરા (ઝોન એડીટર) રજની પટેલ (ઝોન સબ એડીટર) શહેઝાદ બોડીલા (સ્‍પેશલ ઓફિસર) આલોક જાની (સ્‍પેશલ ઓફિસર) આલોક જાની (સ્‍પેશલ ઓફિસર) અજય રાદડીયા તરીકે વરણી પામ્‍યા હતા. સંસ્‍થાના કાર્યોની વિશેષ માહીતી માટે ઝોન સેક્રેટરી હિરેન મહેતા (૯૯૯૮૮૭૭૭૬૦) નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(12:05 pm IST)