Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જામનગર :કોર્ટના મેજિસ્ટ્રેટ એચ એમ કાજીના ઘરમાં ચોરી

ટેબલના ખાનામાંથી 2 હજારની તસ્કરી :પટ્ટાવાળાની ફરિયાદના આધારે નોંધાયો ગુન્હો

જામનગર માં ઘરફોડ ચોરીના બનાવો એ માઝા મૂકી છે, હવે તેમાં કાયદા ના રખેવાળ પણ બાકાત નથી રહ્યા. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની જ્યાંની કોર્ટના મેજીસ્ટ્રેટ એચ.એમ.કાજી દ્વારા ભાડેથી રાખવામાં આવેલ મકાનમાં ઘુસી જઈ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં જજના રૂમમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા ૨૦૦૦ ની ચોરી થયાનું સામે આવ્યું હતું. કોર્ટના પટ્ટાવાળાની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:23 pm IST)