Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોડીનારમાં યુવકને માર મારનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા કોળી સમાજની માંગણી

પોલીસ દમનના વિરોધમાં રેલી અને આવેદન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૩: કોડીનાર પોલીસ સ્ટેશનના ચાર પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ એ કોડીનારના કોળી સમાજ ના ડબલ સવારી મોટરસાઇકલ સવાર પાસે થી માસ્ક ના નામે પૈસા પડાવવા તેને રોકવા માટે મોટરસાઇકલ ચાલક પાછળ પોતાની ખાનગી કાર દ્વારા પીછો કરી તેને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલક ફંગોળાઈ જતા માથા ના ભાગે ગંભીર ઇજા થતાં અને આ ચાર પાંચ પોલીસ કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્ત યુવાન અને તેના મિત્ર ને બેફામ માર મારતા તેને ગંભીર ઇજા થતાં પ્રથમ કોડીનાર અને ત્યારબાદ વેરાવળ અને જૂનાગઢ સારવાર માં ખસેડવામાં આવ્યો હતો,ગંભીર ઇજા પામેલ યુવક દ્વારા અકસ્માત સર્જનાર કોડીનારના પોલીસો વિરુદ્ઘ ફરીયાદ આપવા છતાં પોલીસ તંત્ર એ આરોપી પોલીસ ના બચાવ માટે ફરીયાદ નહિ લેતા આ દ્યટના થી કોળી સમાજ માં ભારે રોષ ફેલાયો હોય આ અકસ્માત સર્જનાર પોલીસો સામે વિવિધ આક્ષેપો સાથે નું વિસ્તૃત આવેદનપત્ર કોડીનાર મામલતદાર ને પાઠવી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પોલીસ દમન વિરોધી સમિતિ ના નેજા હેઠળ અસરગ્રસ્ત દિલીપભાઈ રૂડાભાઈ કામળિયા એ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ કોળી સમાજ ના બે યુવાનો મોટર સાઇકલ લઈ નવરાત્રીમાં ગરબા જોવા ગયા હતા,આ દરમિયાન વડનગર અંભુજા પાસે થી પસાર થતા હતા ત્યારે માસ્ક ના નામે અમુક પોલીસ કર્મચારીઓ પોહચ વગર ઉદ્યરાણું કરી રહ્યા હોય દિલીપ કામળિયા ની મોટરસાઇકલ રોકાવી માસ્ક નો દંડ માંગતા દિલીપભાઈએ પોહચ વિના પૈસા આપવાની ના પાડી જતા રહેતા કોડીનાર પોલીસ ના ભીખુભાઈ પઢીયાર તેમની ખાનગી સ્વીફ્ટ ગાડી નં.જી.જે.૩૨ બી.૫૨૯૪ માં અન્ય બે પોલીસો સાથે અને અન્ય મોટરસાયકલ બીજા બે પોલીસમેન સંજય પરમાર અને સહદેવસિંહ એ દિલીપભાઈ ની બાઈક નો પીછો કરી તેને આંતરી ઉભી રખાવી જાન થી મારી નાખવાંના ઇરાદે સ્વીફ્ટ કાર પુરપાટ દોડાવી દિલીપભાઈ ની મોટર સાઇકલ ને ઠોકરે લેતા દિલીપ કામળિયા ફગોળાઇ જતા તેને માથા ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી જયારે અન્ય યુવાન સુમિત કાના પડી જતા આ પોલીસ કર્મીઓએ તું માસ્ક નો દંડ નહિ આપે તેમ કહીં બીભત્સ ગાળો આપી બેરેહમી પૂર્વક બેફામ માર મારી ખિસ્સા માંથી મોબાઈલ,ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડી ભાડા ના ૫૫૦૦ રૂ. જબરદસ્તી થી કાઢી લીધા હોવાનું અને દિલીપભાઈ ને બેભાન અવસ્થા માં કોડીનાર પોલીસ ના પી.આઈ.ખુદ સરકારી હોસ્પિટલમાં સારવાર માં લાવ્યા અને આ બનાવ ૭/૧૦ ના બનેલ હોય તે અંગે ઇજા પામનાર યુવાન દ્વારા પ્રથમ ૧૩/૧૦ અને ત્યારબાદ ૧૮/૧૦ ના રોજ આ પોલીસો વિરુદ્ઘ ફરીયાદ દાખલ કરવા અરજી કરતા આ દ્યટના માં આરોપી પોલીસ કર્મચારી હોય પોલીસ દ્વારા ફરીયાદ નોંધવાના બદલે પોલીસ દ્વારા પોલીસ અત્યાચાર નો ભોગ બનેલા દિલીપ સામે જ મોટરસાઇકલ માં દેશી દારૂ ની હેરાફેરી નો કેસ દાખલ કરી પોલીસે તેની સતા નો બેફામ દૂર ઉપયોગ કર્યા જેવા અનેક સનસનાટી ભર્યા આક્ષેપો કરી કોળી યુવક દિલીપ ને માર મારનાર પોલીસ કર્મચારી ને તાત્કાલિક સસ્પેન્ડ કરી તટસ્થ તપાસ કરવા અને પોલીસ ની જો હુકમી અને દાદાગીરી સામે યોગ્ય કરવા આવેદનપત્ર ના અંત માં માંગણી કરી હતી.આ રેલી માં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈ- બહેનોએ હાજર રહી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.

(1:43 pm IST)