Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામનગરમાં દારૂના ધંધાર્થીઓ બેફામ : યુવકની હત્યાની કોશિષ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: અહીં સત્યમ કોલોની રોડ પર રહેતા નાનજીભાઈ વસરામભાઈ નાખવા ઉ.વ. ૪રએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, અગાઉ ફરીયાદીએ આ કામેના આરોપી પાર્થ ઉર્ફે જાબલી સીંધી જે દારૂનો ધંધો કરતો હોય તેને ફરીયાદીએ પોતાના મકાનની આજુબાજુમાં દારૂનો ધંધો કરતો હોય જે ધંધો બંધ કરાવવા દોઢેક માસ પહેલા આરોપી સાથે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી તા. રર ના રોજ  આ કામેના આરોપીઓ પાર્થ ઉર્ફે જાબલી સીંધી અને બાબા નામનો માણસે પ્રણામી સ્કુલની પાછળની શેરીમાં આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં વધુ સ્પીડમાં આવી ફરીયાદીના મોટર સાયકલ જી.જે.૧૦–સીએમ–૭૦૮૯ ને પાછળથી ઠોકર મારી ફરીયાદીને નીચે પછાડી દઈ ફરીયાદી નીચે પડી જતા આરોપી પાર્થએ છરી કાઢી ફરીયાદીને માથામાં છરી મારવા જતા ફરીયાદી પોતાનો હાથ આડો રાખતા હાથમાં ઈજા કરેલ અને બાબાએ ફરીયાદીને લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી ઈજા કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની કોશિષ કરી ગુન્હો કરેલ છે.

પુત્રએ પિતાને માર મારી ખૂનની ધમકી આપી

અહીં કિશાન ચોકમાં રહેતા રાકેશ કાન્તીભાઈ નાખવા ઉ.વ. ૪૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. રર ના રોજ ખંભાળીયા ગેઈટ પોલીસ ચોકી પાસે આ કામેના આરોપીઓ રાજ રાકેશભાઈ નાખવા, લખન ચંદ્રકાન્તભાઈ ભદ્રાએ ફરીયાદીને કહેલ કે તમે હાઈકોર્ટમાં ચોરીનો કેશ કરેલ છે તે પાછો લઈ લો તેમ કહી ગાળો કાઢી બન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ  વિજયને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

અંબર રોડ પરથી સ્કુટર ચોરાયું

અહીં રામેશ્વરનગરમાં રહેતા અજયસિંહ ભગીરથસિંહ રાઠોડ ઉવ. ર૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૮ ના રોજ ન્યુ સ્કવેર બિલ્ડીંગની બહાર પાર્કિંગમાં પોતાની એકસેસ સ્કુટર જી.જે.૧૦–ડીકે–૧૧૧૦ કિંમત રૂ. ૩૦ હજારની પાર્ક કરેલ જયાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

ડમ્પર ઈલકટ્રીક વાયર સાથે અડી જતાં શોર્ટ લાગતા યુવકનું મોત

જોડીયા તાલુકાના ખીરીમાં આવેલ શ્રીજી કંપનીમાં નોકરી કરતા નરેન્દ્ર પ્રેમજીભાઈ આહીરે જોડીયા પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. રર ના રોજ શ્રીજી કંપની ખીરીમાં આ કામે મરણ જનાર પરસોતમભાઈ સખુવાભાઈ ચૌધરી ઉ.વ. ૩૯ વાળો ડમ્પર ખાલી કરવા મટો ડમ્પર ઉંચુ કરતા તથા આગળ પાછળ કરતા જી.ઈ.બી.ની લાઈનના વાયરમાં અડી જતાં શોર્ટ થતા ડમ્પરની કેબીનમાં આગ લાગતા શોર્ટ લાગતા મરણ ગયેલ છે.

બુટાવદર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાદ્યો

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા કમલેશ પુંજાભાઈ મકવાણા ઉ.વ. ૩પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. રર ના રોજ તેમની પત્નિ વિજયાબેન ઉ.વ. ર૭ પોતાના ઘરે એકલા હોય અને પોતાના રૂમમાં પંખામા પોતાની સાડી વડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

(1:41 pm IST)