Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જૂનાગઢમાં સ્વીપ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા.૨૨: જૂનાગઢમાં ચૂંટણીપંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ૮-ગુજરાત બટાલીયન એનસીસી યુનીટ, રામનિવાસ કોલોની ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં ચુંટણી પંચની સુચના મુજબ તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા.૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ યોજાવામાં આવનાર છે. જેના અનુસંધાનેSVEEP( systematic viters’ education and electoral participation) કાર્યક્રમ અંતર્ગત8-gujarat battalion NCC યુનિટ, રામ નિવાસ કોલોની, જૂનાગઢ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં લાયક મતદારોનેNVSP portal vortal voter portalઅને voter helpline જેવા ઓનલાઇન માધ્યમોથી નોંધણી કરાવવા પ્રેરિત કરવામાં આવ્યા તથા નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં.૬, અવસાન/સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં.૭, હાલના મતદારની વિગતોમાં સુધારા માટે ફોર્મ નં.૮ તથા એક જ વિધાનસભા મત વિસ્તારમાં થતાં સ્થળાંતર માટે ફોર્મ નં. ૮-ક ભરવા સમજ આપવામાં આવી તેમજ નૈતિક અને અચુક મતદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. મતદારયાદી અને ચુંટણીને લગતી કવેરી માટે ૧૯૫૦ હેલ્પ લાઇન વિશે જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ચુંટણી અધિકારી, જૂનાગઢની ટીમ તથા કર્નલ રાજેશસિંધ(શૌર્ય ચક્ર, સેના મેડલ), લેફ.કર્નલ સી.પી.સ્માઇલ, સુબેદાર મેજર રાજેશકુમાર સાહુ તથા સુબેદાર આનંદ દાંડી તથા CATC(combined annual training camo) અનેRDC(annual republic day camp)કેમ્પના કેડેટ હાજર રહ્યા હતા. 

(1:39 pm IST)