Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કડવા પાટીદાર બહેનોની રાસ ગરબા હરિફાઇઃ

જુનાગઢ : સીદસર મંદિર ઉમા મહિલા સંગઠન સમિતિ જુનાગઢ શહેર દ્વારા નવમા નોરતે રાસ ગરબા હરીફાઇનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કડવા પાટીદારની ૨પ૦ જેટલી બહેનોએ ભાગ લઇને કાર્યક્રમને શોભાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના પ્રમુખ શિલ્પાબેન આરદેશના, મંત્રી અનિતાબેન વાછાની તેમજ સમિતિની તમામ બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંગઠનના ઉપપ્રમુખ રશીલાબેન કાલરીયા તેમજ મુખ્ય મહેમાન તરીકે વિજયાબેન ધુલેશિયા, સવિતાબેન ફળદુ, જયોતિબેન કોરડીયા તથા ઉમિયા પરિવારના આગેવાનો બહેનો તેમજ અન્ય સમાજના હોદેદાર બહેનો હાજર રહીને કાર્યક્રમને બિરદાવ્યો હતો.

(1:39 pm IST)