Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ખીમરાણા ખાતે સર્વ રોગ નિદાન, માં કાર્ડ તથા પીસીવી વેકસીનેશન કેમ્પનો ખુલ્લો મુકતા કૃષિમંત્રી

 જામનગરઃ ખીમરાણા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ, માં કાર્ડ કેમ્પ તથા ભ્ઘ્સ્ વેકસીનેશન કેમ્પ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રાજયના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પેટેલે ખુલ્લો મૂકી વધુમાં વધુ લોકોને આ આયોજનોનો લાભ લેવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કોરોનાના કપરાકાળમાં પણ ભારત દેશે સ્વદેશી વેકસીન વિકસાવી અને ૧૦૦ કરોડ લોકોનું સફળતાપૂર્વક વેકસીનેશન કરી ઇતિહાસ રચ્યો છે.ત્યારે વેકસીનેશનની આ કામગીરીમાં જોડાયેલ ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોનું મંત્રીશ્રીએ પુષ્પગુચ્છ અર્પી સન્માન કરી તેઓની આ કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, પૂર્વ ધારાસભ્યવલ્લભભાઈ ધારવીયા, જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર, શ્રી વિક્રમભાઈ માંડવીયા, મોહનભાઇ ચૌહાણ,નંદલાલભાઈ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

(1:34 pm IST)