Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જુનાગઢ-પોરબંદર વિસ્તારમાં ઠગાઇ આચરનારા બે ઝડપાયા

જુનાગઢ તા. ર૩ :.. જુનાગઢ જિલ્લાના એ ડીવીઝન પો. સ્ટે. તથા સી ડીવીઝન પો. સ્ટે. માં જુનાગઢ, દોલતપરા, રામદેવપરામાં રહેતા ભરત દેવા કુછડીયા વાળા વિરૂધ્ધ છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હાઓ નોંધાયેલ હોય. જેથી ઉપરોકત ત્રણેય ગુન્હાના આરોપીને તાત્કાલીક શોધી કાઢવા. ઇચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી દ્વારા સુચના કરતા ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. સ. ઇ. એ. ડી. વાળા તથા પો. સ્ટાફના માણસો અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા અને ગુન્હામાં ગયેલ મુદામાલ પરત મેળવવા માટે ટેકનીકલ સેલની મદદથી તથા અંગત બાતમીદારોની મદદથી સતત પ્રયત્નશીલ હતાં. દરમ્યાન ઇચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. સ. એ. ડી. વાળા તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભાઇ ડાભીને હકિકત મળેલ કે, આ કામનો આરોપી ભરત દેવાભાઇ કુછડીયા રહે. જુનાગઢ દોલતપરા વિસ્તારમાં આંટા ફેરા કરે છે. દોલતપરા વિસ્તારમાં તપાસ કરતા મજકૂર ઇસમ ભરતભાઇ દેવાભાઇ કુછડીયા મેર ઉ.ર૪ ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ કસ્તુરબાગ સોસાયટી શેરી નં. ૯, દોલતપરા તથા તેની સાથે સુરેશભાઇ રણમલભાઇ કારાણી દલીત ઉ.૩૦ ધંધો કડીયા કામ રહે. રાણાવાવ આંબેડકરનગર વાળાઓ એક બર્ગમેન મો. સા. સાથે મળી આવતા અને તેઓની પુછપરછ કરતા નીચે મુજબની છેતરપીંડીઓ કરેલ હોવાની હકિકત જણાવેલ છે.

(૧) બે અઢી મહિના પહેલા ભરત દેવા કુછડીયાએ તની બાજુમાં રહેતા ચંદ્રીકાબેન ધીરૂભાઇ રહે. જુનાગઢ દોલતપરા કસ્તુરબાગ વાળીનુ બર્ગમેન મો. સા. રજી. નં. જીજે-૧૧-સીજી-રપ૩૧ નુ રૂ. ૪૦૦૦૦ માં લીધેલ જેમાં રૂ. ૩૦,૦૦૦ ડાઉન પેમેન્ટ ભરેલ અને આ ચંદ્રીકાબેનને રૂ. ૧૦,૦૦૦ ની જરૂરીયાત હોય. જેથી તેને આપેલ અને હપ્તા ભરેલ નથી અને ગાડી ચંદ્રીકાબેનને આપેલ નથી.

(ર) એકાદ વર્ષ પહેલા ભરત દેવા કુછડીયાએ કેશોદના ખીમાભાઇ વરંજાગભાઇ પાસેથી સુથીના રૂ. પ૦,૦૦૦ આપી દશ વ્હીલનો ટ્રક રજી. નં. જી. જે. ૧૦ એકસ ૭૧૧૭ નો લીધેલ હતો. જેમાં દર મહિને ૩૪,૦૦૦ નો હપ્તો ભરવાનો હતો. જેમાં ત્રણ હપ્તા મે ભરેલ હતા આ પછી આ ટ્રક અલ્લારખા મામદ પડીયાર રહે. રાણાવાવ વાળાને રૂ. ર,૦૦,૦૦૦ માં વહેચેલ છે. જે ટ્રક તેની પાસે છે.

(૩) ત્યારબાદ ભરત દેવા કુછડીયાએ ખીમાભાઇ વરંજાગભાઇના નામે કેશોદ રાજમોતી શો-રૂમમાંથી મેસી ટ્રેકટર ખીમાચાઇના નામે રૂ. ૧,૦૦,૦૦૦ ડાઉન પેમેન્ટથી છોડાવે હતું જે ટ્રેકટર તે જ દિવસે હાજાભાઇ મોરી રહે. ગાંધીગ્રામ જુનાગઢ વાળાને રૂ. ૧,પ૦,૦૦૦ માં વહેચાલી નાખેલ છે.

(૪) ત્યારબાદ ભરત દેવા કુછડીયાએ ખીમાભાઇને પૈસાથી જરૂરીયાત હોય જેથી તેણે મને સોનાનો હાર આપેલ જેના બદલામાં તેને રૂ. ૭૦,૦૦૦ આપેલ હતાં. ત્યારબાદ અવાર-નવાર તેઓએ હારના પૈસા લઇ તેના હાર આપવા માટે જણાવેલ હતું. પરંતુ તેને હાર પાછો આપેલ નથી અને આ સોનાનો હાર જુનાગઢ સોની બજારમાં ચોકકસી બેચરભાઇ કાળાભાઇ લીંબુડાવાળા સોનીને ત્યાં રૂ. ૧,પ૦,૦૦૦ માં વેચેલ છે.

(પ) ત્યારબાદ ગયા છઠા મહીનામાં ભરત દેવા કુછડીયાએ ખીમાભાઇ મારી ઘરે તેનું એકસેસ મો. સા. રજી. નં. જીજે-૧૧-જી. સી.-૧૧પ૧ નું લઇ રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવેલ હતાં. જેથી તેમને જણાવેલ કે, તમારૂ આ મોટર સાયકલ મને આપો અને બે દિવસનો સમય મને આપો હુ બે દિવસમાં તમારા બાકી રૂપિયા તથા આ મો. સા. આપી જઇશ તેમ કહેતા તેઓ વિશ્વાસમાં આવી ગયેલ. જેથી તેમન મો. સા. રાખી લીધેલ આ પછી ખીમાભાઇને તેનુ મો. સા. અને પૈસા પાછા આપેલ નથી. જે એકસેસ મો. સા. ગુલામજીલાણી ઇસ્માઇલભાઇ શેખ, રહે. જુનાગઢ ખામધ્રોળ રોડ હર્ષદનગર વાળાને રૂ. રપ,૦૦૦ માં વેચી નાખેલ છે.

(૬) તેમજ ખીમાભાઇ ભરત દેવા કુછડીયા પાસે પૈસા માંગતા હોય જેથી તેમને મકાન તેના નામે કરી આપવાનું જણાવેલ હતું અને તેના બદલામાં તેમને કોરા બે ચેક આપવાનું જણાવેલ હતું. જેથી તેઓએ વિશ્વાસમાં આવી બે કોરા ચેક આપેલ હતાં. જે કઇ બેંકના છે. તેના નામની ખબર નથી. તેમજ આ ચેક હાલ કયાં રાખેલ છે. તે યાદ નથી.

(૭) ત્યારબાદ આશરે ત્રણ મહિના પહેલા ભરત દેવા કુછડીયાએ હિરેન ભગવાનભાઇ રહે. ચાંડુવાવા તા. વેરાવળ વાળાનું ટાટા ૩૧૧૮ ડમ્પર રજી. નં. જી.જે. ૧૦-ઝેડ-૯પ૪૮ માસિક રૂ. ૭પ,૦૦૦ ના ભાડેથી લઇ આવેલ હતો. તુનુ એગ્રિમેન્ટ પણ કરેલ હતું. જેના તેમને એક હપ્તો આપેલ હતો. ત્યાર પછી તેને ભાડુ આપેલ નથી અને આ ડમ્પર અલ્લારખા મામદભાઇ પડીયાર રહે. રાણાવાવ વાળાને રૂ. ર,૦૦,૦૦૦ વહેચેલ છે.

(૮) આશરે ત્રણ ચાર મહિના પહેલા ભરત દેવા કુછડીયાએ રાજકોટના કિશોરભાઇ કરશનભાઇ ભાલાળા પટેલ રહે. રાજકોટ લક્ષ્મીનગર જલારામ ફરસાણાની બાજુમાં મુળ ગામ કેશોદ વાળાના નામે બર્ગમેન મો. સા. છોડાવેલ છે. જે મો. સા. પાર્સીંગ કરાવેલ નથી અને આ મો. સા. નું ડાઉન પેમેન્ટ રૂ. ર૮,૦૦૦ ભરેલ હતું.

તેમજ તેના દર માસે રૂ. ૧પ૦૦ નો હપ્તો હતો. જે હપ્તો ભરેલ નથી. તેમજ તેની ઘરવાળી સાથે ઝગડો થતા આ મો. સા. ભોજાભાઇ મોરી રહે. જુનાગઢ વાળાને તેની ખેતલા આપા હોટલે રાખવા માટે આપી રાજકોટ જતો રહેલ હતો.

(૯) આશરે દશ બાર દિવસ પહેલા ભરત દેવા કુછડીયાએ તથા સુરેશ રણમલ કારણી દલીત રહે. રાણાવાવ આંબેડકરનગર વાળાએ મુકેશભાઇ વાઘેલા રહે. ચીભડા તા. લોધીકા મો. નં. ૯ર૬પર પપ૩૦૮ વાળળનું જેસીબી રજી. નં. જીજે-૧૮-એચ. ૮૭૦ર નું  રૂ. પ,૭૦,૦૦૦ માં લીધેલ છે. જેના કોઇ પૈસા આપેલ નથી અને આ જેસીબી દિલીપભાઇ ઓડેદરા રહે. બગવદર તા. જી. પોરબંદર વાળાને રૂ. ૧,ર૦,૦૦૦ માં વેચી દીધેલ છે.

બર્ગમેન મો. સા. રજી. નં. જીજે-૧૧-સીજી-રપ૩૧ કિ. રૂ. ૪૦,૦૦૦, એકસેસ મો. સા. રજી. નં. જીજે-૧૧-સીજી-૧૧પ૧ કિ. રૂ. ૪૦,૦૦૦, સુઝૂકી કંપનીનું ફરગ્યુશન ર૪૧ ડીઆઇ ટ્રેકટર રજી. નં. જી.જે.-૧૧- સીડી ૪ર૩૧ કિ. રૂ. ૬,૦૦,૦૦૦, સોનાનો હાર કિ. રૂ. ૧,૦૦,૦૦૦ જેસીબી રજી. નં. જીજે-૧ -એચ-૮૭૦ર કિ. રૂ. પ,૭૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧પ,૧ર,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા, એ. ડી. વાળા, ડી. એમ. જલુ તથા એ. એસ. આઇ. વિજયભાઇ બડવા, પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, શબીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, સાહિલભાઇ સમા, દિવ્યેશકુમાર ડાભી, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, મયુરભાઇ ભલુભાઇ  તથા ડ્રા. પો. કોન્સ. વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ. 

(1:33 pm IST)