Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગોંડલ ખાતે શ્રી રામ ફેટ એન્ડ પ્રોટીન્સમાં ફૂડ વિભાગનો દરોડો ૪૫ લાખનું ૧૨૭૦૦ લીટર નકલી ઘી ઝડપી લેતા સન્નાટો

કુલ ૮ સેમ્પલ લેવાયા : ૨૨મીની વહેલી સવારે ટીમો ત્રાટકી : તપાસનો દોર સતત ચાલુ

રાજકોટ તા. ૨૩ : રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચોક્કસ બાતમી બાદ ગોંડલ પાસે આવેલ માલધારી હોટલના પાછળના ભાગે શ્રી રામ ફેટ એન્ડ પ્રોટીન્સમાં દરોડા પાડી રૂ. ૪૫ લાખની કિંમતનું ૧૨૭૦૦ લીટર નકલી - ભેળસેળયુકત ઘી ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

આ અંગે માહિતી આપતા ફૂડ વિભાગના અધિકારી શ્રી ફળદુએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી બાદ અમારી ટીમ ૨૧મીના રાત્રે ૧ વાગ્યા બાદ હરસુખભાઇ વાલજીભાઇ પરમારની શ્રી રામ ફેટ એન્ડ પ્રોટીન્સમાં તપાસ અર્થે દોડી ગઇ હતી અને તપાસ કરતા ૧૨૭૦૦ લીટર ઘી કે જેની કિંમત ૪૫ લાખ થવા જાય છે, તે કબજે લઇ સીઝ કરી દેવાયું છે.

દરોડા દરમિયાન ગાયના ઘીના ૫૦૦ મીલી મીટર, ૧ લીટર, ૨ લીટર, ૧૫ કિલો અને લુઝ ઘીના ૩ મળી કુલ સેમ્પલ લેવાયા છે, આ ઉપરાંત ૨ પામ ઓઇલના પણ નમુના લેવાયા છે, દરોડાની કાર્યવાહી ગઇકાલે વહેલી સવાર સુધી ચાલી હતી, તપાસનો દોર આજે પણ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

(1:25 pm IST)