Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરની મૃતપાય ઉદ્યોગોની દરકાર કરવામાંરાજકીય નેતાઓનો માત્ર ચૂંટણી સ્ટંટ..?

ચૂંટણી બાદ લોકોના પ્રશ્ને પ્રજાના પ્રતિનિધિઓ ફરકતા નથીઃ અઢી દાયકામાં એકપણ નવો ઉદ્યોગ આવ્યો નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૨ : ઘણા લાંબા સમયથી જિલ્લાના મૃતપાય રહેલા ઉદ્યોગોની દરકાર રાજકીય નેતાઓ કરતા નથી અને ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ માત્ર સ્ટંટ કરી જાય છે અને ત્યારપછી કોઇપણ નેતા લોક પ્રશ્ને મળતા નથી તે સામે લોકોમાં કચવાટ થઇ રહ્યો છે.

પોરબંદરમાં એશિયાનો સૌથી જુનો એસએસસી સિમેન્ટ ઉદ્યોગ એક સમયે ખાડી કાંઠે નવા પાડા વિસ્તારમાં ધમધમતો હતો વર્તમાન સમયે માત્ર ફેકટરીની જગ્યા છે ત્યારપછી શહેરમાં કાપડ ઉદ્યોગ, વેજીટેબલ ઘી તથા કોટન ઉદ્યોગ સહિત ૩પ થી ૪પ મધ્યમ કક્ષાના ઉદ્યોગ ધમધમતા હતા. મહારાણા કાપડ મીલના ચલી પ્રકારના કાપડે વિશ્વમાં ડંકો વગાવ્યો હતો. ઉપરાંત સાડીમાટેનું જર્યોજેટ કાપડ મહારાણા મીલ વખણાતુ હતુ. ટેરેલીન કાપડ ઉત્પાદનમાં મહારાણા મીલનું એશિયામાં નામ હતુ.શહેરમાં એસ.એસ.સી. સીમેન્ટ કંપની દ્વારા સફેદ સીમેન્ટનું ઉત્પાદન તે વખતમાં થયુ હતુ. રાણાવાવમાં સૌ પ્રથમ સીમેન્ટ ઉદ્યોગ નાનજીભાઇ કાલીદાસ ગ્રુપ દ્વારા કાર્યરત થયો હતો આજે શહેરમાં જે ઉદ્યોગો ઓકસીજન ઉપર છે.  તેને બેઠા કરવા રાજકીય નેતાઓ ચુંટણી પહેલા સ્ટંટ કરે છે જે સ્થિતિ  વર્ષોથી ચાલી આવે છે. રાજકીય નેતાઓ માત્ર નિવેદનો અને આક્ષેપબાજીમાંથી ઉંચા આવતા નથી. સરકારમાં સંગીન રજુઅત કરી શકતા નથી હાલ ચુંટણીનો સમય હોય નેતા કાર્યરત બની ગયા છે. પરંતુ ચુંટણી પછી  રાજકીય નેતા પ્રજાના પ્રશ્નો લોકો વચ્ચે ફરકતા નથી. જયારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે પોરબંદરના ૩ મોટા ઉદ્યોગો આપવાની માત્ર વાતો કરેલ હતી એમ.ઓ.યુ. કરેલ પરંતુ તે મુજબ આજ સુધી એકપણ નવા ઉદ્યોગોને જમીનનો એકપણ ટુકડો અપાયો નથી. અઢી દાયકા પહેલા રીલાયન્સ ઓઇલ જેટી બનાવવા જગ્યા ફાળવી હતી જે હજુ ચાલુ થઇ નથી માત્ર સર્વે થયા કરે છે બંદર ઉદ્યોગ મૃતપાય તરફ ધકેલાતો જાય છે.

(1:21 pm IST)